Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Rohit Sharma completes 20,000 runs in international cricket, becoming the fourth Indian player to achieve this feat.

રોહિત શર્માના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂર્ણ, આ સિદ્ધિ મેળવનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો

Timeછેલ્લું અપડેટ : 06 Dec 2025
લાઇવ ટીવીGoogle News
રોહિત શર્માના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂર્ણ, આ સિદ્ધિ મેળવનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો
સોર્સ : gstv

દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડે દરમિયાન ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂર્ણ કર્યા છે. આ સાથે તે આ સિદ્ધિ મેળવનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. અગાઉ, સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રનનો આંકડો પાર કરી ચૂક્યા છે.

App Store

સચિન અને કોહલી આ યાદીમાં સામેલ

સચિન તેંડુલકરે પોતાની કારકિર્દીમાં 34,357 રન બનાવ્યા છે, જ્યારે વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27,910 રન બનાવ્યા છે. રાહુલ દ્રવિડ 24,208 રન સાથે ત્રીજા સ્થાને છે. હવે, રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 કે તેથી વધુ રન બનાવનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં પણ જોડાયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં રોહિત શર્મા હવે ચોથા નંબર પર છે.

રોહિતની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

રોહિતની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે 67 ટેસ્ટ મેચોમાં 4,301 રન બનાવ્યા છે, જેમાં 12 સદી અને 18 અડધી સદીનો સમાવેશ થાય છે. દરમિયાન, રોહિતે 278 વનડે મેચોમાં 11,468* રન બનાવ્યા છે, જેમાં 33 સદી અને 60 અડધી સદીનો સમાવેશ થાય છે. T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં, રોહિતે 159 મેચોમાં 4,231 રન બનાવ્યા છે. નોંધનીય છે કે રોહિત હવે ભારત માટે ફક્ત ODI માં રમે છે, ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ લઇ ચૂક્યા છે.

આ સાથે આજના દિવસે રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં ભારતમાં 5000 રન પણ પૂરા કર્યા છે.

61મી અડધી સદી ફટકારી

રોહિતે આજે તેના વનડે કરિયરની 61મી અડધી સદી પણ આજે જ ફટકારી હતી, જે સાઉથ આફ્રિકા સામેની ઘરઆંગણેની મેચમાં આવી છે.