IND vs SA ત્રીજી ODI: કુલદીપ અને પ્રસિધ્ધ કૃષ્ણાનો કહેર, શું ટીમ ઈન્ડિયા સીરિઝ જીતશે?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝનો નિર્ણાયક મુકાબલો વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહ્યો છે. ત્રીજી વનડેમાં દક્ષિણ આફ્રિકા ફક્ત 270 રન બનાવી શક્યું. એક સમયે દક્ષિણ આફ્રિકા 2 વિકેટે 168 રન બનાવી ચૂક્યું હતું. ક્વિન્ટન ડી કોકે પણ 106 રનની રેકોર્ડ સદી ફટકારી હતી, પરંતુ ટીમ 260 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી. તેણે 10 ઓવરમાં માત્ર 41 રન આપીને ચાર મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. પ્રસિધ્ધ કૃષ્ણાના ખાતામાં પણ ચાર વિકેટ આવી હતી.
આ વનડે સીરિઝ જીતવા માટે, ટીમ ઇન્ડિયાને હવે 271 રન બનાવવાની જરૂર છે. ભારતીય બેટ્સમેનોએ પહેલી બે વનડેમાં જે રીતે બેટિંગ કરી છે તે જોતાં, એમ કહેવું ખોટું નહીં હોય કે ટીમ ઇન્ડિયા આ સીરિઝ જીતી શકે છે.
આવી રહી દક્ષિણ આફ્રિકાની ઈનિંગ
ટોસ હારતા અને પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની શરૂઆત નબળી રહી. ઓપનર રાયન રિકેલ્ટન અર્શદીપ સિંહ દ્વારા શૂન્ય રને આઉટ થયો. ત્યારબાદ ટેમ્બા બાવુમા અને ડી કોક વચ્ચે સદીની ભાગીદારી થઈ. બાવુમાએ 67 બોલમાં 48 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા સામેલ છે. તેને રવિન્દ્ર જાડેજાએ આઉટ કર્યો હતો. આ જાડેજાની સીરિઝની પહેલી વિકેટ હતી.
બાવુમાના આઉટ થયા પછી, દક્ષિણ આફ્રિકાના કોઈ પણ બેટ્સમેન ડી કોકને ટેકો આપી શક્યા નહીં. મેથ્યુ બ્રીટ્ઝકેએ 23 બોલમાં 24, એડન માર્કરામે 1 અને ડેવાલ્ડ બ્રેવિસે 29 બોલમાં 29 રન બનાવ્યા. ડી કોકે 89 બોલમાં 106 રનની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.
માર્કો જેન્સન 15 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો. કેશવ મહારાજે સાવધાનીપૂર્વક બેટિંગ કરી અને ટીમ માટે સન્માનજનક સ્કોર સુનિશ્ચિત કર્યો. તે 29 બોલમાં બે ચોગ્ગાની મદદથી 20 રન બનાવીને અણનમ રહ્યો હતો.

