Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Justin Greaves sets a new world record in Test cricket

NZ vs WI / જસ્ટિન ગ્રીવ્સે ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, આ કામ કરનાર પહેલો ખેલાડી બન્યો

Timeછેલ્લું અપડેટ : 06 Dec 2025
લાઇવ ટીવીGoogle News
NZ vs WI / જસ્ટિન ગ્રીવ્સે ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, આ કામ કરનાર પહેલો ખેલાડી બન્યો
સોર્સ : GSTV

ક્રાઇસ્ટચર્ચમાં ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ન્યુઝીલેન્ડે વેસ્ટ ઈન્ડિઝ સામે 531 રનનો મોટો ટાર્ગેટ રાખ્યો હતો. જવાબમાં, વિન્ડીઝે શાનદાર પ્રદર્શન કર્યું, ટીમે 457 રન બનાવ્યા અને મેચ ડ્રો કરી.

App Store

વેસ્ટ ઈન્ડિઝ તરફથી બેટિંગ કરતા જસ્ટિન ગ્રીવ્સે પોતાની શાનદાર બેટિંગથી ઈતિહાસ રચ્યો અને કિવી ટીમને સ્તબ્ધ કરી દીધી. ગ્રીવ્સે પોતાની ટેસ્ટ કારકિર્દીની પહેલી બેવડી સદી ફટકારી અને એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો.

જસ્ટિન ગ્રીવ્સે બેવડી સદી ફટકારી

531 રનનો ટાર્ગેટ ચેઝ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમે 72 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી અને મુશ્કેલ પરિસ્થિતિમાં જોવા મળી. છઠ્ઠા નંબર પર બેટિંગ કરતા, જસ્ટિન ગ્રીવ્સે જવાબદારી સંભાળી અને બેવડી સદી સાથે પોતાની ટીમને ન્યુઝીલેન્ડ સામે હારથી બચાવી. તેણે બીજી ઈનિંગમાં 388 બોલનો સામનો કર્યો અને 19 ચોગ્ગા ફટકારીને 202 રન બનાવ્યા.

આ સાથે ગ્રીવ્સ વેસ્ટ ઈન્ડિઝ માટે છઠ્ઠા નંબર પર બેટિંગ કરતી વખતે બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો. આ કારનામા સાથે તેણે કાર્લ હૂપરના રેકોર્ડને તોડી નાખ્યો, જેણે 1993માં પાકિસ્તાન સામે છઠ્ઠા નંબર પર અણનમ 178 રન બનાવ્યા હતા. જોકે, છઠ્ઠા નંબર પર સૌથી મોટી ટેસ્ટ ઈનિંગનો વર્લ્ડ રેકોર્ડ હજુ પણ બેન સ્ટોક્સના નામે છે. સ્ટોક્સે 2016માં કેપટાઉન ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે 258 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.

ગ્રીવ્સે ટેસ્ટ ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ગ્રીવ્સે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની ચોથી ઈનિંગમાં 202 રન બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તે છઠ્ઠા નંબર પર કે તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે ચોથી ઈનિંગમાં બેવડી સદી ફટકારનાર ટેસ્ટ ઇતિહાસનો પ્રથમ ખેલાડી બબની ગયો છે. આ પહેલા આ સ્થાન પર કોઈપણ બેટ્સમેન ચોથી ઈનિંગમાં 200 રન સુધી નહતો પહોંચ્યો.

ચોથી ઈનિંગમાં નંબર 6 કે તેથી નીચેના ક્રમે બેટિંગ કરતી વખતે બેવડી સદી

  • 202* - જસ્ટિન ગ્રીવ્સ vs ન્યુઝીલેન્ડ (ક્રાઈસ્ટચર્ચ)
  • 155 - બેન સ્ટોક્સ vs ઓસ્ટ્રેલિયા (લોર્ડ્સ)
  • 149 - એડમ ગિલક્રિસ્ટ vs પાકિસ્તાન (હોબાર્ટ)

વેસ્ટ ઈન્ડિઝ માટે ચોથી ઈનિંગમાં બેવડી સદી ફટકારનાર ચોથો બેટ્સમેન

આ સાથે જસ્ટિન ગ્રીવ્સ 21મી સદીમાં ન્યુઝીલેન્ડમાં વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. તે ચોથી ઈનિંગમાં બેવડી સદી ફટકારનાર ચોથો વેસ્ટ ઈન્ડિઝનો બેટ્સમેન પણ બન્યો છે. તેની પહેલાં, ફક્ત ત્રણ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો જ્યોર્જ હેડલી, ગોર્ડન ગ્રીનિજ અને કાયલ મેયર્સે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

ચોથી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝ માટે બેવડી સદી

  • 223  જ્યોર્જ હેડલી વિરુદ્ધ ઇંગ્લેન્ડ, 1930
  • 214*  ગોર્ડન ગ્રીનિજ વિરુદ્ધ ઇંગ્લેન્ડ, 1984
  • 210*  કાયલ મેયર્સ વિરુદ્ધ બાંગ્લાદેશ, 2021
  • 201*  જસ્ટિન ગ્રીવ્સ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, 2025