મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs BAN / આ 3 રેકોર્ડ પર હશે રોહિત શર્માની નજર, કાનપુર ટેસ્ટમાં સેહવાગ-ગંભીરને પાછળ છોડવાની તક

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનું બેટ બાંગ્લાદેશ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં ખાસ કામ કરી શક્યું ન હતું. ચે

IND vs BAN / આ 3 રેકોર્ડ પર હશે રોહિત શર્માની નજર, કાનપુર ટેસ્ટમાં સેહવાગ-ગંભીરને પાછળ છોડવાની તક

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનું બેટ બાંગ્લાદેશ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં ખાસ કામ કરી શક્યું ન હતું. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્મા બંને ઈનિંગમાં સસ્તામાં પવેલિયન પરત ફર્યો હતો. પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ 280 રને જીત મેળવી હતી અને ભારતે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી.

હવે સિરીઝની બીજી મેચ 27 સપ્ટેમ્બરે રમાવાની છે. ગ્રીન પાર્ક, કાનપુર ખાતે રમાનારી બીજી ટેસ્ટ મેચમાં રોહિત શર્મા મોટી ઈનિંગ રમે તેવી અપેક્ષા છે. બીજી ટેસ્ટમાં, રોહિત શર્મા પાસે ઘણા રેકોર્ડ તોડવાની તક છે. ચાલો અમે તમને આ રેકોર્ડ્સ વિશે જણાવીએ.

ગૌતમ ગંભીરને પાછળ છોડવાની તક

રોહિત શર્મા પાસે ભારતીય ટીમના વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીરને પાછળ છોડવાની તક છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રોહિત શર્મા ગંભીરથી પાછળ છે.

રોહિતે અત્યાર સુધી ટેસ્ટમાં કુલ 4148 રન બનાવ્યા છે. જો તે કાનપુર ટેસ્ટમાં 5 રન બનાવશે તો તે ગંભીરને પાછળ છોડી દેશે, ગંભીરે ટેસ્ટ કારકિર્દીમાં કુલ 4152 રન બનાવ્યા હતા.

સૌથી વધુ સિક્સ મારનાર ભારતીય

જો રોહિત શર્મા બીજી ટેસ્ટમાં 7 સિક્સ ફટકારે છે તો તે વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડીને ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધુ સિક્સ મારનાર ભારતીય બની જશે. રોહિત શર્માના નામે હાલમાં ટેસ્ટમાં કુલ 84 સિક્સર ફટકારવાનો રેકોર્ડ છે.

અજિંક્ય-મુરલી વિજયથી આગળ નીકળવાની તક

જો રોહિત શર્મા બાંગ્લાદેશ સામે રમાનારી બીજી ટેસ્ટમાં સદી ફટકારશે તો તે તેની ટેસ્ટ કારકિર્દીની 13મી સદી ફટકારશે. આ સાથે જ તે અજિંક્ય રહાણે અને મુરલી વિજયથી આગલા નીકળી જશે, જેમણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 12 સદી ફટકારી છે.

આ સમાચાર શેર કરો