Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Robin Uthappa took names of 2 promising Indian cricketers to watch out in 2026

2026માં ભારતીય ટીમના આ 2 ઉભરતા ક્રિકેટર્સ પર રહેશે બધાની નજર, રોબિન ઉથપ્પાએ જણાવ્યું કારણ

Timeછેલ્લું અપડેટ : 13 Jan 2026
લાઇવ ટીવીGoogle News
2026માં ભારતીય ટીમના આ 2 ઉભરતા ક્રિકેટર્સ પર રહેશે બધાની નજર, રોબિન ઉથપ્પાએ જણાવ્યું કારણ
સોર્સ : GSTV

ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ બે ઉભરતા ભારતીય ખેલાડીઓના નામ આપ્યા છે જે 2026માં બધાની નજરમાં હશે. આ વર્ષે ભારતીય ટીમની નજર ત્રણ મોટી ટુર્નામેન્ટ પર હશે, જેમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ, વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 અને U19 મેન્સ વર્લ્ડ કપનો સમાવેશ થાય છે.

App Store

પ્રતિકા અને તિલક

ઉથપ્પાએ એક શોમાં કહ્યું, "પ્રતિકા રાવલને વર્લ્ડ કપ દરમિયાન ઈજા થઈ હતી, પરંતુ તે સારા ફોર્મમાં રમતમાં પરત ફરશે. તેની પાસેથી કમબેકની અને કેટલાક રેકોર્ડ તોડવાની અપેક્ષા છે, ખૂબ સારું પ્રદર્શન કરવાનો પણ પ્રયાસ રહેશે. મેન્સ ક્રિકેટમાં તિલક વર્મા મારો સ્ટાર ખેલાડી છે, તે કંઈક અદ્ભુત કરશે."

પ્રતિકાનું નામ કેમ લીધું?

ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી, પ્રતિકા રાવલે 24 ODI મેચ રમી છે, જેમાં 23 ઈનિંગ્સમાં 50.45ની એવરેજથી 1110 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 7 અડધી સદી સામેલ છે, આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 82થી વધુનો રહ્યો છે. ગયા વર્ષે તેના પ્રથમ વિમેન્સ વર્લ્ડ કપમાં તે ટોપ સ્કોરર્સમાં સામેલ હતી, તેણે 7 મેચ અને 6 ઈનિંગ્સમાં 308 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. જોકે, ઈજાને કારણે તે સેમીફાઈનલ અને ફાઈનલ નહતી રમી શકી.

તિલક વર્મા T20Iમાં તોફાન છે

તિલક વર્માએ ચાર ODIમાં ફક્ત 68 રન બનાવ્યા છે અને એક અડધી સદી ફટકારી છે, પરંતુ તે T20Iમાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે. તેણે 40 T20I મેચની 37 ઈનિંગ્સમાં 49.29ની એવરેજથી 1183 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 6 અડધી સદીનો સમાવેશ થાય છે. તિલકે 2025માં 20 T20I મેચની 18 ઈનિંગ્સમાં 47.25ની એવરેજથી 567 રન બનાવ્યા હતા, જેમાં 4 અડધી સદીનો સમાવેશ થાય છે.