Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Rishabh Pant's bad decision led India to defeat against South Africa

ટીમ ઈન્ડિયા માટે મોંઘો સાબિત થયો કેપ્ટન રિષભ પંતનો નિર્ણય, 5 વિકેટથી બીજી ટેસ્ટ જીત્યું સાઉથ આફ્રિકા

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2025
લાઇવ ટીવીGoogle News
ટીમ ઈન્ડિયા માટે મોંઘો સાબિત થયો કેપ્ટન રિષભ પંતનો નિર્ણય, 5 વિકેટથી બીજી ટેસ્ટ જીત્યું સાઉથ આફ્રિકા
સોર્સ : GSTV

સાઉથ આફ્રિકાએ બીજી અનઓફિશિયલ ટેસ્ટમાં ભારતને 5 વિકેટથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પોતાની ઈનિંગ વહેલા ડિક્લેર કરવાની કિંમત ચૂકવી હતી. બેંગલુરુમાં રમાયેલી આ અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં, ઈન્ડિયા-A એ સાઉથ આફ્રિકા-A માટે 417 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. સાઉથ આફ્રિકાની ટીમે માત્ર 5 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ ચેઝ કરી લીધો અને મોટી જીત નોંધાવી. જોર્ડન હરમને 91 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

App Store

ઈન્ડિયા-Aને પ્રથમ ઈનિંગમાં 34 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં, ધ્રુવ જુરેલના અણનમ 127 રન અને રિષભ પંત અને હર્ષ દુબેની અડધી સદીના બાદ ટીમ ઈન્ડિયાએ 382 રન પર પોતાની ઇનિંગ્સ ડિક્લેર કરી. પંતે 65 રન અને હર્ષ દુબેએ 84 રનનું યોગદાન આપ્યું હતું. ઈનિંગ ડિક્લેર કરવી ટીમ ઈન્ડિયા માટે મોંઘી સાબિત થઈ.

કેપ્ટન રિષભ પંતનો નિર્ણય મોંઘો સાબિત થયો

ઈનિંગ ડિક્લેર કરવાનો નિર્ણય કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટનો હોય છે. ઈન્ડિયા-A એ ત્રીજા દિવસના અંત પહેલા 382 રન પર ઈનિંગ ડિક્લેર કરી દીધી. ધ્રુવ જુરેલ પહેલેથી જ સેટ હતો, તેણે 127 રન બનાવ્યા હતા. તેની તાકાતથી, ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા-A સામે સરળતાથી 450 અથવા તો 500 રનનો ટાર્ગેટ રાખી શકી હોત. પરંતુ વધુ પડતો આત્મવિશ્વાસ ટીમ ઇન્ડિયા માટે મોંઘો સાબિત થયો.

ધ્રુવ જુરેલે ટીમ ઈન્ડિયા માટે બંને ઈનિંગ્સમાં સદી ફટકારી. તે પહેલી ઈનિંગમાં 132 અને બીજી ઈનિંગમાં 127 રન બનાવીને અણનમ રહ્યો હતો. જુરેલે સિરીઝની પહેલી મેચ નહતી રમી, પરંતુ તેણે બીજી ટેસ્ટમાં કુલ 259 રન બનાવ્યા, જેના કારણે તેને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' નો એવોર્ડ મળ્યો. ઈન્ડિયા-A એ પ્રથમ અનઓફિશિયલ ટેસ્ટ 3 વિકેટથી જીતી. આ સાથે આ સિરીઝ 1-1થી ડ્રો રહી.