મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

DC Vs GT: રિષભ પંતે મોહિત શર્માને ધોઈ નાખ્યો, છેલ્લી ઓવરમાં 4 છગ્ગા ફટકાર્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં બુધવારે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્

DC Vs GT: રિષભ પંતે મોહિત શર્માને ધોઈ નાખ્યો, છેલ્લી ઓવરમાં 4 છગ્ગા ફટકાર્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં બુધવારે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મુકાબલો ખેલાઈ રહ્યો છે. જેમાં દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 224 રન બનાવ્યા હતા. ગુજરાતને મેચ જીતવા 225 રનનો ટાર્ગેટ આપ્યો છે. રિષભ પંતે છેલ્લી ઓવરમાં 30 રન ફટકાર્યા હતા.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. 35 રનના સ્કોર પર જેક ફ્રેઝર-મેગર્ક આઉટ થયો હતો. જે બાદ ઉપરાછાપરી પૃથ્વી શો અને શાઈ હોપ આઉટ થતા ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ત્યારે અક્ષર પટેલ અને રિષભ પંતે ચોથી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરીને ટીમને સંકટ સમયમાંથી બહાર કાઢી હતી.

અક્ષર પટેલ અને પંતે ફિફ્ટી ફટકારી

અક્ષર પટેલે 43 બોલમાં 4 સિક્સ અને 5 ફોરની મદદથી 66 રન બનાવ્યા હતા. જ્યારે રિષભ પંતે અણનમ 88 રન ફટકાર્યા હતા. જોકે, છેલ્લી ઓવરમાં મોહિત શર્માને ધોઈ નાખ્યો હતો. અંતિમ ઓવરમાં 4 સિક્સ અને 1 ફોર ફટકારીને 30 રન ઝૂડ્યા હતા.

બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન

દિલ્હી કેપિટલ્સ : પૃથ્વી શો, જેક ફ્રેઝર-મેગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, એનરિક નોર્કિયા, ખલીલ અહેમદ અને મુકેશ કુમાર.

ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), ડેવિડ મિલર, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, આર સાઈ કિશોર, નૂર અહમદ, મોહિત શર્મા અને સંદીપ વોરિયર.

આ સમાચાર શેર કરો