મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: રિષભ પંતે સરળ સ્ટમ્પિંગ મિસ કર્યું, સોશિયલ મીડિયામાં ફેન્સ ભડક્યાં

ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ બુધવારે કોલંબોમાં રમાઈ હતી. જેમાં રિષભ

VIDEO: રિષભ પંતે સરળ સ્ટમ્પિંગ મિસ કર્યું, સોશિયલ મીડિયામાં ફેન્સ ભડક્યાં

ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ બુધવારે કોલંબોમાં રમાઈ હતી. જેમાં રિષભ પંતે નબળી વિકેટકીંપગ કરી હતી. પરિણામે સોશિયલ મીડિયામાં ખરાબ સ્ટમ્પિંગને લઈને ફેન્સ ટીકા કરી રહ્યા છે. 

શ્રીલંકાની બેટિંગ દરમિયાન 49મી ઓવરમાં રિષભ પંત સ્ટમ્પિંગ ચૂકી ગયો હતો. કુલદીપ યાદવની ઓવરના છેલ્લા બોલ પર મહિષ તિક્ષિનાએ મોટો શોટ મારવાના ઈરાદે ક્રિઝની બહાર નીકળ્યો હતો. જોકે, ત્યારે બોલનો બેટ સાથે કોઈ સંપર્ક થયો ન હતો. બોલ સીધો પંતના હાથમાં ગયો હતો. જોકે,રિષભે સ્ટમ્પિંગ કરવામાં જરૂરી કરતા વધુ સમય લગાડી દીધો હતો. જેના કારણે શ્રીલંકાનો બેટ્સમેન ક્રિઝની અંદર આવી ગયો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પંતના આ નબળા સ્ટમ્પિંગને કારણે હવે સોશિયલ મીડિયા પર તેની ટીકા થઈ રહી છે.

શ્રીલંકાએ 27 વર્ષ બાદ ભારતીય ટીમને વન-ડે સિરીઝમાં હરાવ્યું 

શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે શ્રીલંકાએ 27 વર્ષ બાદ ભારતીય ટીમને વન-ડે સિરીઝમાં હરાવ્યું હતું. 

આ સમાચાર શેર કરો