IND vs ENG / ફ્રેક્ચર પણ ન તોડી શક્યું રિષભ પંતની હિંમત, ફરી બેટિંગ કરવા ઉતર્યો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમ માટે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમ માટે સારા સમાચાર આવ્યા. મેચના પહેલા દિવસે ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઘાયલ થયો હતો. તેના પગમાં ફ્રેક્ચર થયાના સમાચાર આવ્યા હતા. બુધવારે રાત્રે પંતને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સમાચારમાં એવું કહેવામાં આવ્યું હતું કે પંત 6 અઠવાડિયાનો આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. જોકે, BCCI એ પંતની ઈજા અંગે અપડેટ આપ્યું હતું કે તે મેચમાં વિકેટ કીપિંગ નહીં કરે, પરંતુ ટીમને જરૂર પડશે તો બેટિંગ કરશે.
આ અપડેટના થોડા સમય બાદ જ રિષભ પંત ફરી બેટિંગ કરવા ઉતર્યો. ટેસ્ટ મેચના બીજા દિવસના પહેલા સેશનમાં શાર્દુલ ઠાકુરના આઉટ થતા જ પંત ફરી બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો. તે મેચના પહેલા દિવસે 48 બોલમાં 37 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થઈ મેદાનની બહાર ગયો હતો.
જ્યારે રિષભ પંતના પગમાં ઈજા થઈ ત્યારે તેના પગ પર સોજો દેખાઈ રહ્યો હતો, જેના કારણે તે યોગ્ય રીતે ઊભો નહતો રહી શકતો. તે બેટિંગ કરવા આવ્યો ત્યારે પણ તે યોગ્ય રીતે ચાલી નહતો શકતો. છતાં પણ તે ટીમ માટે મેદાન પર રમવા આવ્યો. જે તેની હિંમત અને ટીમ માટે રમવાનો જુસ્સો દર્શાવે છે.






