IPL 2024: દિલ્હી ટીમનો કેપ્ટન ઋષભ પંત એક મેચ માટે સસ્પેન્ડ, જાણો શું છે મામલો
ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝન અંતિમ તબક્કામાં પહોંચવવા આવી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે દિલ્હી કેપિટલ્સની ટીમને

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝન અંતિમ તબક્કામાં પહોંચવવા આવી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે દિલ્હી કેપિટલ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન ઋષભ પંતને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં સ્લો ઓવર રેટ બદલ પંત પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન ઋષભ પંતને IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 7મી મેના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મુકાબલો ખેલાયો હતો. જેમાં દિલ્હી ટીમનો વિજય થયો હતો.
આ સીઝનમાં પંતની ટીમનો આ ત્રીજો ગુનો હતો
આઈપીએલ આચાર સંહિતા હેઠળ આ સીઝનમાં પંતની ટીમનો આ ત્રીજો ગુનો હતો, જેના કારણે પંતને 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
દિલ્હી કેપિટલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમાં ક્રમે
નોંધનીય છે કે, દિલ્હી કેપિટલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમાં ક્રમે છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પણ 12 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. જેના પગલે હવે પ્લેઓફમાં પહોંચવા માટે આ ટીમ વચ્ચે ભારે રસાકસી જામશે.








