Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Rinku Singh hit century with strike rate of 225 before Asia Cup 2025

VIDEO / એશિયા કપ 2025 પહેલા, રિંકુ સિંહે વિસ્ફોટક બેટિંગ સાથે પૂરી કરી સદી; ફટકાર્યા 7 ચોગ્ગા અને 8 છગ્ગા

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO / એશિયા કપ 2025 પહેલા, રિંકુ સિંહે વિસ્ફોટક બેટિંગ સાથે પૂરી કરી સદી; ફટકાર્યા 7 ચોગ્ગા અને 8 છગ્ગા
સોર્સ : Google

રિંકુ સિંહને T20 એશિયા કપ 2025 માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે અને હવે તે UP T20 લીગ 2025માં મજબૂત રમત બતાવી રહ્યો છે અને તેના બેટમાંથી ઘણા બધા રન આવી રહ્યા છે. તેણે ગોરખપુર લાયન્સની ટીમ સામે વિસ્ફોટક બેટિંગનો નમૂનો રજૂ કર્યો અને સદી ફટકારીને પોતાની ટીમને જીત અપાવી. ગોરખપુર લાયન્સને પહેલા બેટિંગ કરતા 167 રન બનાવ્યા હતા. રિંકુની ઈનિંગને કારણે, મેરઠ મેવેરિક્સની ટીમે સરળતાથી ટાર્ગેટ ચેઝ કરી લીધો.

App Store

રિંકુ સિંહે 108 રનની ઈનિંગ રમી

રિંકુ સિંહની કેપ્ટનશિપમાં મેરઠ મેવેરિક્સની શરૂઆત સારી નહતી. જ્યારે આકાશ દુબે અને સ્વસ્તિક ચિકારા વહેલા પવેલિયન પાછા ફર્યા. ત્યારબાદ ઋતુરાજ શર્મા અને માધવ કૌશિક પણ મોટી ઈનિંગ નહતા રમી શક્યા. આવી સ્થિતિમાં, ફક્ત 38 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ત્યારબાદ રિંકુ સિંહે ક્રીઝ પર પગ મૂક્યો અને પોતાની વિસ્ફોટક બેટિંગથી ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી. તેણે 48 બોલમાં 108 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 225 હતી.

બીજી તરફ, ગોરખપુર લાયન્સની ટીમ માટે કેપ્ટન ધ્રુવ જુરેલે સૌથી વધુ 38 રન બનાવ્યા હતા. નિશાંત કુશવાહાએ 37 રન બનાવ્યા હતા. આ બંને ખેલાડીઓએ સારી શરૂઆત કરી હતી, પરંતુ તેને મોટી ઈનિંગમાં રૂપાંતરિત ન કરી શક્યા. અંતે, શિવમ શર્માએ 14 બોલમાં 25 રન બનાવ્યા, જેમાં એક ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. ગોરખપુર લાયન્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 167 રન બનાવ્યા હતા.

રિંકુ સિંહે જોરદાર ફોર્મ બતાવ્યું

હવે એશિયા કપ 2025 પહેલા, રિંકુ સિંહે જબરદસ્ત ફોર્મ બતાવ્યું છે અને તે આગામી ટુર્નામેન્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવા માટે એક મોટો દાવેદાર બની ગયો છે. રિંકુ લોઅર ઓર્ડરમાં આવીને વિસ્ફોટક બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.

ભારતીય ટીમ માટે ત્રણ અડધી સદી ફટકારી છે

રિંકુ સિંહે વર્ષ 2023માં ભારતીય ટીમ માટે T20 ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારથી, તેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની 33 મેચોમાં કુલ 546 રન બનાવ્યા છે, જેમાં તેના બેટમાંથી ત્રણ અડધી સદી આવી છે અને તેનો હાઈએસ્ટ સ્કોર 69 રન છે.