મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટી-20 વર્લ્ડકપ/ રિન્કુ સિંઘ ટીમ ઇન્ડિયા સાથે જોડાયો, જાડેજા-કુલદીપ સાથે ન્યૂયોર્કથી તસવીર કરી શેર

રિન્કુ સિંઘ IPL 2024 ફાઇનલમાં ચેમ્પિયન બન્યા બાદ હવે ટી-20 વર્લ્ડકપની તૈયારીમાં લાગી ગયો છે.

ટી-20 વર્લ્ડકપ/ રિન્કુ સિંઘ ટીમ ઇન્ડિયા સાથે જોડાયો, જાડેજા-કુલદીપ સાથે ન્યૂયોર્કથી તસવીર કરી શેર

રિન્કુ સિંઘ IPL 2024 ફાઇનલમાં ચેમ્પિયન બન્યા બાદ હવે ટી-20 વર્લ્ડકપની તૈયારીમાં લાગી ગયો છે. રિન્કુ સિંઘ ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ ગયો છે. ન્યૂયોર્કમાં રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ સાથે રિન્કુ સિંઘે સેલ્ફી શેર કરી હતી. મહત્ત્વપૂર્ણ છે કે રિન્કુ સિંઘનો ટી-20 વર્લ્ડકપ ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

IPLમાં ચેમ્પિયન ટીમ KKRનો ભાગ હતો રિન્કુ સિંઘ

રિન્કુ સિંઘ IPL 2024માં ચેમ્પિયન બનનાર ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ હતો. રિન્કુ સિંઘે IPL ટ્રોફી જીત્યા બાદ કહ્યું હતું કે, એક સ્વપ્ન પૂર્ણ થયું છે અને બીજુ સ્વપ્ન ટી-20 વર્લ્ડકપની ટ્રોફી ઉઠાવવાનું બાકી છે. 

ટીમ ઇન્ડિયાએ શરૂ કરી પ્રેક્ટિસ

ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 2007માં ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો પરંતુ તે પછી હજુ સુધી આ ફોર્મેટ જીતી શક્યુ નથી. રોહિત શર્મા પોતાની કેપ્ટન્સીમાં ગત વખતે ટીમને સેમિ ફાઇનલમાં લઇ ગયો હતો પણ ઇંગ્લેન્ડે તેને એક તરફી મેચમાં હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયાએ ટી-20 વર્લ્ડકપ માટે પોતાની તૈયારી શરૂ કરી દીધી છે.

ભારત 1 જૂને બાંગ્લાદેશ સામે વોર્મઅપ મેચ રમશે. ભારત 5 જૂને ટી-20 વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ આયરલેન્ડ સામે રમશે. 9 જૂને ભારત કટ્ટર પાકિસ્તાન સામે ટકરાશે.

ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શિવમ દુબે, રિષભ પંત (વિકેટ કીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શિવમ દુબે, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ

રિઝર્વ ખેલાડી: શુભમન ગિલ, રિન્કુ સિંઘ, ખલીલ અહેમદ, અવેશ ખાન

આ સમાચાર શેર કરો