VIDEO : રિંકુએ કોહલીનું તોડ્યું બેટ, બીજું બેટ માંગતા વિરાટે ઘસીને ના પાડી દીધી!
ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ઈડનગાર્ડન્સ

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ઈડનગાર્ડન્સમાં મુકાબલો ખેલાઈ રહ્યો છે. જોકે, આ મેચ અગાઉ કેકેઆર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ડ એક્સ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કોલકાતાનો ખેલાડી રિંકુ સિંહે બેટ તૂટી જતા બેંગલુરુના દિગ્ગજ ખેલાડી કોહલી પાસે બેટ માંગી રહ્યો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, રિંકુ સિંહે નેટપ્રેક્ટિસ સેશન પછી વિરાટ કોહલી પાસે બીજું બેટ માંગ્યું હતું. રિંકુ સિંહે વિરાટને કહ્યું કે અગાઉ આપેલું બેટ તૂટી ગયું છે. જોકે, કોહલીએ આ વખતે રિંકુ સિંહને બેટ આપવાની ના પાડી દીધી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રિંકુ સિંહને વિરાટ કોહલીનું બીજું બેટ મળશે કે નહીં.
કોહલીએ રિંકુને બેટ ભેટમાં આપ્યું હતું
તમને જણાવી દઈએ કે છેલ્લી વખતે જ્યારે RCB અને KKR વચ્ચે ટક્કર થઈ હતી ત્યારે વિરાટ કોહલીએ મેચ બાદ રિંકુ સિંહને પોતાનું બેટ ગિફ્ટ કર્યું હતું. રિંકુ સિંહના શાનદાર પ્રદર્શનના પગલે વિરાટ કોહલીએ તેને બેટ ભેટમાં આપ્યું હતું.
બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે મુકાબલો ખેલાયો હતો. જેમાં KKRનો સાત વિકેટ વિજય થયો હતો. હવે બેંગલુરુ કોલકાતાને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવવાનો પ્રયાસ કરશે. આરસીબી માટે લીગમાં ટકી રહેવા માટે મેચ જીતવી જરૂરી છે.








