IPL 2025: રિકી પોન્ટિંગને દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ પદેથી હટાવાયા, આ દિગ્ગજ ખેલાડી બનશે મુખ્ય કોચ
ઈન્ડિયન પ્રિમિયર લીગ(IPL) 2024માં દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી. ત્યારે આ સ્થિ

ઈન્ડિયન પ્રિમિયર લીગ(IPL) 2024માં દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી. ત્યારે આ સ્થિતિ વચ્ચે ઓસ્ટ્રેલિયાના મહાન ખેલાડી રિકી પોન્ટિંગે દિલ્હી કેપિટલ્સ સાથે તેની સફર સમાપ્ત કરી છે. આઈપીએલ 2025ની સિઝનમાં રિકી પોન્ટિંગ દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ નહીં હોય. દિલ્હી કેપિટલ્સના X હેન્ડલ પર સત્તાવાર રીતે આની પુષ્ટિ કરવામાં આવી છે. દિલ્હી કેપિટલ્સ વતી પોન્ટિંગનો પણ આ પ્રવાસ માટે આભાર માન્યો હતો. મુખ્ય કોચ સૌરવ ગાંગુલી બની શકે છે.
પોન્ટિંગ 2018માં દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો હતો
રિકી પોન્ટિંગે 2018ની સિઝનમાં દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો હતો. વર્ષ 2020માં તેના કોચિંગ હેઠળ દિલ્હી કેપિટલ્સ પણ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી. જોકે, ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
IPL 2024માં દિલ્હી કેપિટલ્સની ટીમ છઠ્ઠા સ્થાને રહી હતી
2019, 2020 અને 2021માં પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ હતી. પરંતુ છેલ્લી ત્રણ સિઝનમાં પણ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. પોન્ટિંગના કોચિંગ અને રિષભ પંતની કપ્તાની હેઠળ દિલ્હી કેપિટલ્સ IPL 2024માં છઠ્ઠા સ્થાને રહી હતી.








