IPL 2025: મેગા ઓક્શન પહેલા જ લીક થયું ગુજરાત ટાઇટન્સનું રિટેન્શન લિસ્ટ? યાદીમાં પાંચ ખેલાડીઓના નામ
IPL 2022ની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ છેલ્લી સિઝનની સૌથી ખરાબ ટીમોમાંથી એક સાબિત થઈ હતી. હવે એવ

IPL 2022ની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ છેલ્લી સિઝનની સૌથી ખરાબ ટીમોમાંથી એક સાબિત થઈ હતી. હવે એવું બહાર આવ્યું છે કે, ગુજરાતે IPL 2025 માટે શુભમન ગિલ અને રાશિદ ખાનને રિટેન કરવાનો નિર્ણય લીધો છે. તેના સિવાય શાહરૂખ ખાનને અનકેપ્ડ પ્લેયર તરીકે જાળવી રાખવાના સમાચાર છે. ગુજરાત ટાઇટન્સને ગત સિઝનમાં પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત શુભમન ગિલ, રાશિદ ખાન અને સાઈ સુદર્શનને રિટેન કરી શકે છે. તેમના સિવાય રાહુલ તેવટિયા અને શાહરૂખ ખાનને અનકેપ્ડ પ્લેયર તરીકે જાળવી રાખવામાં આવી શકે છે. ગિલ ગત સિઝનમાં ગુજરાતની ટીમનો કેપ્ટન હતો અને જો તેને જાળવી રાખવામાં આવે તો તેને ફરીથી કેપ્ટનશિપની જવાબદારી મળી શકે છે.
શુભમન ગિલે IPL 2024માં ગુજરાત ટાઇટન્સ માટે 12 મેચમાં 426 રન બનાવ્યા હતા, પરંતુ અગાઉની સિઝન તેના માટે ઐતિહાસિક હતી. 2023માં તેના બેટમાંથી કુલ 890 રન આવ્યા અને તેણે ગુજરાત ટાઇટન્સને ફાઇનલમાં લઈ જવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રાશિદ ખાનની વાત કરીએ તો, તેણે ગુજરાત સાથે પહેલી સિઝનમાં 19 અને 2023માં કુલ 27 વિકેટ ઝડપી હતી. પરંતુ IPL 2024માં તે માત્ર 10 વિકેટ જ લઇ શક્યો હતો.
જો ગુજરાત ત્રણ ખેલાડીઓને રિટેન કરવા જઈ રહ્યું છે તો BCCIની રિટેન્શન પોલિસી મુજબ તેણે શુભમન ગિલ, રાશિદ ખાન અને સાઈ સુદર્શન પર કુલ 43 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. તેમજ રાહુલ તેવટિયા અને શાહરૂખ ખાનને અનકેપ્ડ ખેલાડીઓ તરીકે રિટેન કરવા માટે ગુજરાત ટાઇટન્સનું પર્સ રૂ. 8 કરોડથી ખાલી થશે. આનો અર્થ એ થયો કે ગુજરાત મેનેજમેન્ટ રૂ. 69 કરોડ રૂપિયા સાથે હરાજીમાં પ્રવેશી શકે છે.






