મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2025ની પહેલી મેચ: KKR vs RCBમાં ચેમ્પિયનનો ઘરઆંગણે પરાજય, બેંગ્લોરે 3 વર્ષ પછી મેળવી જીત

IPL 2025ની પહેલી મેચ 22 માર્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઈ

IPL 2025ની પહેલી મેચ: KKR vs RCBમાં ચેમ્પિયનનો ઘરઆંગણે પરાજય, બેંગ્લોરે 3 વર્ષ પછી મેળવી જીત

IPL 2025ની પહેલી મેચ 22 માર્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઈડર્સને ખરાબ રીતે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા, કોલકાતાએ પ્રથમ ઈનિંગ રમી હરિફને 175 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને બેંગલુરુએ માત્ર 16.2 ઓવરમાં જ પૂર્ણ કરી લીધો હતો.

IPL 2025 માં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે જીત સાથે શરૂઆત કરી છે. આરસીબીએ પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને તેના હોમ ગ્રાઉન્ડમાં હરાવ્યું. ૨૨ માર્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી શરૂઆતની મેચમાં, KKR એ પ્રથમ બેટિંગ કરી અને ૨૦ ઓવરમાં ૧૭૫ રનનો લક્ષ્યાંક આપ્યો. આરસીબીએ આ લક્ષ્યનો પીછો ફક્ત ૧૬.૨ ઓવરમાં કર્યો. બેંગલુરુએ 3 વર્ષ પછી કોલકાતા સામે જીત મેળવી છે. આ પહેલા, RCB એ 2022 સીઝનમાં KKR ને હરાવ્યું હતું. આ જોરદાર જીત સાથે, RCB એ પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું પણ ખોલી નાખ્યું છે.

આ સમાચાર શેર કરો