Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : RCB secures a hat-trick of wins in WPL 2026

WPL 2026 / રાધા અને રિચાની તોફાની ઈનિંગ બાદ શ્રેયંકા પાટીલે ખોલ્યો પંજો, RCBએ લગાવી જીતની હેટ્રિક

Timeછેલ્લું અપડેટ : 17 Jan 2026
લાઇવ ટીવીGoogle News
WPL 2026 / રાધા અને રિચાની તોફાની ઈનિંગ બાદ શ્રેયંકા પાટીલે ખોલ્યો પંજો, RCBએ લગાવી જીતની હેટ્રિક
સોર્સ : GSTV

શુક્રવારે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માં રોયલ રાધા યાદવ અને રિચા ઘોષની મજબૂત ઈનિંગ અને શ્રેયંકાની શાનદાર બોલિંગના દમ પર ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ ગુજરાત જાયન્ટ્સને 32 રનથી હરાવ્યું હતું. આ મેચમાં રાધાએ 47 બોલમાં 66 અને રિચા ઘોષે 28 બોલમાં 44 રન બનાવી ટીમને સાત વિકેટે 182 રનના મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી. ત્યારબાદ શ્રેયંકાએ પાંચ વિકેટ લીધી અને ગુજરાત જાયન્ટ્સની ટીમને 18.5 ઓવરમાં 150 રનમાં ઓલઆઉટ કરી દીધી.

App Store

RCBએ આક્રમક શરૂઆત કરી હતી. ગ્રેસ હેરિસે ફાસ્ટ બોલર રેણુકા સિંહના બોલ પર ચાર ચોગ્ગા ફટકારીને પ્રથમ ઓવરમાં 23 રન બનાવ્યા હતા. જોકે, રાઈટ આર્મ પેસર બોલર કાશ્વી ગૌતમના એક પરફેક્ટ ઈનસ્વિંગર દ્વારા હેરિસની ઈનિંગનો અંત આવ્યો. ગૌતમે તેની આગામી ઓવરમાં ડી હેમલથાને પણ આઉટ કરી. ટીમે માત્ર 43 રન પર ચાર વિકેટ ગુમાવ્યા બાદ ક્રીઝ પર આવેલી રિચા ઘોષ અને રાધા યાદવે ઈનિંગ સંભાળતા બાઉન્ડ્રીનો વરસાદ કર્યો અને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી.

છેલ્લે નાદીન ડી ક્લર્કે 12 બોલમાં 26 રનની ઉપયોગી ઈનિંગ રમી. 183 રનનો ટાર્ગેટ ચે કરતી વખતે ગુજરાત જાયન્ટ્સની બેટ્સમેન, ભારતી ફુલમાલી (39), બેથ મૂની (27) અને તનુજા કંવર (21) સિવાય કોઈપણ  સારું પ્રદર્શન ન કરી શક્યું. RCB માટે શ્રેયંકા (5/23) ઉપરાંત, લુરીન બેલે પણ સારું પ્રદર્શન કરીને ત્રણ વિકેટ લીધી હતી. આ સાથે RCBએ જીતની હેટ્રિક લગાવી. તમને જણાવી દઈએ કે RCB આ સિઝનમાં હજુ એકપણ મેચ નથી હારી.