Duleep Trophy: સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા દુલીપ ટ્રોફીમાં નહીં રમે
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી દુલીપ ટ્રોફીના પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ગયા

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી દુલીપ ટ્રોફીના પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ગયા છે. તો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેની ઈન્ડિયા-બી ટીમ માટે પસંદગી કરવામાં આવી હતી. બીજી તરફ સિરાજ અને ઉમરાન બીમારીના કારણે પહેલા રાઉન્ડમાંથી બહાર નીકળી ગયા છે. સિરાજ ઈન્ડિયા-બી ટીમનો ભાગ હતો. સિરાજની જગ્યાએ દિલ્હીના નવદીપ સૈનીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે ઈન્ડિયા-સીમાં ઉમરાન મલિકની જગ્યાએ ગૌરવ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાડેજાની જગ્યાએ હજુ કોઈના નામની જાહેરાત કરવામાં આવી નથી.
દુલીપ ટ્રોફી નવા ફોર્મેટમાં રમાશે
હકીકતમાં દુલીપ ટ્રોફીનું આયોજન ઝોનલ ફોર્મેટમાં કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ, મધ્ય અને ઉત્તર-પૂર્વની ટીમો રમતી હતી. જોકે, હવે આ વખતે ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે ચાર ટીમોની ટુર્નામેન્ટ બનાવવામાં આવી છે. આ વખતે તે ઈન્ડિયા-એ, ઈન્ડિયા-બી, ઈન્ડિયા-સી, ઈન્ડિયા-ડી ટીમો વચ્ચે આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ રાઉન્ડ 5 સપ્ટેમ્બરથી બેંગલુરુ અને અનંતપુરમાં રમાશે.
દુલીપ ટ્રોફી માટે નવી ટીમની પસંદગી
ઈન્ડિયા-એ: શુભમન ગિલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, કેએલ રાહુલ, તિલક વર્મા, શિવમ દુબે, તનુષ કોટિયન, કુલદીપ યાદવ, આકાશદીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ખલીલ અહેમદ, આવેશ ખાન, વિદ્વત કવેરપ્પા, કુમાર કુશાગ્રા, શાશ્વત રાવત.
ઈન્ડિયા-બી: અભિમન્યુ ઇશ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, ઋષભ પંત, મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી*, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, યશ દયાલ, મુકેશ કુમાર, રાહુલ ચહર, આર સાઈ કિશોર, મોહિત અવસ્થી, એન જગદીશન.
ઈન્ડિયા-સી: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સાંઈ સુદર્શન, રજત પાટીદાર, અભિષેક પોરેલ, સૂર્યકુમાર યાદવ, બાબા ઈન્દ્રજીત, ઋતિક શોકિન, માનવ સુથાર, ગૌરવ યાદવ, વિજયકુમાર વૈશાક, અંશુલ કંબોજ, હિમાંશુ ચૌહાણ, મયંક માર્કંડે, આર્યન જુયલ અને સંદીપ વોરિયર.
ઈન્ડિયા-ડી: શ્રેયસ અય્યર (કેપ્ટન), અથર્વ તાયડે, યશ દુબે, દેવદત્ત પડિકલ, ઈશાન કિશન, રિકી ભુઈ, સારાંશ જૈન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, આદિત્ય ઠાકરે, હર્ષિત રાણા, તુષાર દેશપાંડે, આકાશ સેન ગુપ્તા, કેએસ ભરત, સૌરવ કુમાર.








