Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Ravindra Jadeja instagram account deactivated amid IPL talk

રવિન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયું બંધ, IPL ટ્રેડની ચર્ચા વચ્ચે ક્યાં ગાયબ થઈ ગયો સ્ટાર ઓલરાઉન્ડર?

Timeછેલ્લું અપડેટ : 09 Nov 2025
લાઇવ ટીવીGoogle News
રવિન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયું બંધ, IPL ટ્રેડની ચર્ચા વચ્ચે ક્યાં ગાયબ થઈ ગયો સ્ટાર ઓલરાઉન્ડર?
સોર્સ : GSTV

IPL 2026 સિઝન માટે ટ્રેડ વિન્ડો હાલમાં ખુલ્લી છે, જેના હેઠળ બધી ટીમો પાસે ખેલાડીઓની અદલા-બદલી કરવાની તક છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) ઘણા દિવસોથી ચર્ચા છે. અહેવાલો અનુસાર, CSK રાજસ્થાન રોયલ્સના સંજુ સેમસન માટે રવિન્દ્ર જાડેજાને ટ્રેડ કરવા તૈયાર છે. આનો અર્થ એ છે કે તેઓ સંજુ સેમસનને તેમની ટીમમાં ઈચ્છે છે.

App Store

એક અહેવાલ મુજબ, રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસન 18-18 કરોડ રૂપિયાના ખેલાડીઓ હોવાથીથી તેમની વચ્ચે સીધો ટ્રેડ શક્ય છે. જોકે, જાડેજા ઉપરાંત, રાજસ્થાન રોયલ્સ પણ ડેવાલ્ડ બ્રેવિસને તેમની ટીમમાં ઈચ્છે છે. આનાથી ડીલ અટકી ગઈ છે. દરમિયાન, રવિન્દ્ર જાડેજાના ફેન્સની ચિંતા વધી છે.

રવિન્દ્ર જાડેજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પરથી ગાયબ થઈ ગયો છે. ફેન્સ ઇન્સ્ટાગ્રામ પર તેનું એકાઉન્ટ નથી શોધી શકતા. કેટલાક માને છે કે જાડેજાએ તેનું એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું છે. અન્ય માને છે કે ઇન્સ્ટાગ્રામે તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે. જોકે, રવિન્દ્ર જાડેજા હજુ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ફેસબુક પર એક્ટિવ છે. આ બંને પ્લેટફોર્મ પર ફેન્સને તેના એકાઉન્ટ દેખાય છે. જોકે, તેણે છેલ્લા કેટલાક સમયથી આ તેના પર કોઈ પોસ્ટ શેર નથી કરી.

રવિન્દ્ર જાડેજા CSKના સૌથી જૂના ખેલાડીઓમાંથી એક છે. તે 2012થી ટીમ સાથે જોડાયેલો છે. આ સમયગાળા દરમિયાન, જ્યારે IPLમાં CSK પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે તે ગુજરાત લાયન્સ ટીમનો ભાગ હતો. રવિન્દ્ર જાડેજાએ CSKને IPL 2023નું ટાઈટલજીતાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે ફાઈનલમાં છેલ્લા બે બોલમાં 10 રન બનાવીને ટીમને ફાઈનલ જીતાડી હતી.