ક્રિકેટમાંથી સંન્યાસ પહેલા જ જાડેજાની રાજકારણમાં એન્ટ્રી, ભાજપનો પ્રાથમિક સભ્ય બન્યો
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા રાજકારણમાં સામેલ થયા છે. તે ભારતીય જનતા પાર્ટી (BJP)

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા રાજકારણમાં સામેલ થયા છે. તે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સભ્ય બન્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે જાડેજાની પત્ની રિવાબા જાડેજા જામનગરમાં ભાજપના ધારાસભ્ય છે. રિવાબાએ તાજેતરમાં સોશિયલ મીડિયા દ્વારા જાડેજાના સભ્ય બનવાની જાણકારી શેર કરી છે. રિવાબાએ એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે રવિન્દ્ર જાડેજા ભાજપના સભ્ય બન્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે રવિન્દ્ર જાડેજાએ ટી-20 વર્લ્ડકપ 2024 બાદ આ ફોર્મેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. જાડેજાએ ભાજપનું સભ્ય પદ મેળવતા વિવાદ થવાની શક્યતા છે.
જાડેજા પત્ની માટે કરી ચુક્યા છે કેમ્પેઇન
રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે કેટલીક વખત ચૂંટણી કેમ્પેઇન પણ કરી ચુક્યો છે. તે ચૂંટણી દરમિયાન પત્ની રિવાબા સાથે ભાજપનો પ્રચાર કરતો જોવા મળ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં કેટલીક વખત રોડ શો પણ કર્યો હતો. જાડેજાની પત્ની રિવાબા જામનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય છે. હવે રવિન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્ય પદ લીધુ છે. રિવાબાએ એક્સ પર એક પોસ્ટ શેર કરતા લખ્યુ, રવિન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બની ગયા છે. ટી-20 વર્લ્ડકપ 2024 બાદ રિવાબા અને રવિન્દ્ર જાડેજાએ ટીમ ઇન્ડિયા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
જાડેજાનું ટીમ ઇન્ડિયા માટે શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. જાડેજાનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ સારો રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ ભારત માટે 74 ટી-20 મેચ રમી છે. આ દરમિયાન 515 રન બનાવ્યા છે અને તેને આ ફોર્મેટમાં 54 વિકેટ પણ ઝડપી છે. રવિન્દ્ર જાડેજા ટી-20 વર્લ્ડકપ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી સંન્યાસ લઇ ચુક્યો છે. જોકે, જાડેજા ભારત માટે વન ડે અને ટેસ્ટ મેચ રમવાનું ચાલુ રાખશે.
આ ખેલાડી પણ બની ચુક્યા છે રાજકારણી
ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓએ આ રમતને અલવિદા કહ્યાં બાદ અલગ અલગ ફીલ્ડમાં પગ મુક્યો છે જેમાંથી કેટલાક રાજકારણમાં ઘણા સફળ પણ થયા છે.
હરભજન સિંહે પણ ક્રિકેટને અલવિદા કહ્યાં બાદ રાજનીતિની દુનિયામાં પોતાની કરિયર બનાવવાનો નિર્ણય લીધો હતો. હરભજન સિંહ રાજ્યસભા સાંસદ છે.
ભારતીય ટીમના વર્તમાન કોચ ગૌતમ ગંભીર પણ ક્રિકેટમાંથી સંન્યાસ બાદ રાજકારણી બની ગયા હતા. ગૌતમ ગંભીર 2019 લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપમાં સામેલ થયા હતા. ગંભીરે ભાજપની ટિકિટ પર પૂર્વ દિલ્હીથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી સાંસદ બન્યા હતા.
વર્ષ 2002માં નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલમાં ભારતીય ટીમને જીત અપાવનારા મોહમ્મદ કૈફની ગણના શાનદાર ફિલ્ડરમાં થતી હતી. કૈફે 2014માં કોંગ્રેસની ટિકિટ પર ફૂલપૂરથી લોકસભા ચૂંટણી લડી હતી. જોકે, તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીન પણ રાજકારણમાં આવ્યા હતા. અઝહરની આંતરરાષ્ટ્રીય કરિયર જ્યારે ફિક્સિંગ વિવાદને કારણે સમાપ્ત થઇ તો વર્ષ 2009માં રાજકારણમાં પગ મુક્યો હતો. અઝહરૂદ્દીને ઉત્તર પ્રદેશની મુરાદાબાદ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર જીત મેળવી હતી અને સાંસદ બન્યા હતા.








