મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

રવિચંદ્રન અશ્વિને અચાનક નિવૃત્તિ કેમ લીધી? પોતે કર્યો ખુલાસો, કહ્યું- 'મારું અહીં કોઈ ભવિષ્ય...'

રવિચંદ્રન અશ્વિને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024ની મધ્યમાં અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગત

રવિચંદ્રન અશ્વિને અચાનક નિવૃત્તિ કેમ લીધી? પોતે કર્યો ખુલાસો, કહ્યું- 'મારું અહીં કોઈ ભવિષ્ય...'

રવિચંદ્રન અશ્વિને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024ની મધ્યમાં અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. તેણે પોતાની કારકિર્દીની છેલ્લી મેચ એડિલેડમાં રમી હતી, જ્યાં ટીમ ઈન્ડિયા પિંક બોલ ટેસ્ટમાં 10 વિકેટથી હારી ગઈ હતી. પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 765 વિકેટ ઝડપનાર અશ્વિને હવે ખુલાસો કર્યો છે કે તેણે નિવૃત્તિનો નિર્ણય કેમ લીધો? અશ્વિને એક મહાન ક્રિકેટરનો દરજ્જો હાંસલ કર્યા બાદ નિવૃત્તિ લીધી અને ઘણા લોકોનું માનવું હતું કે તેને ફેરવેલ મેચ મળવી જોઈતી હતી.

આ પણ વાંચો: અશ્વિન સાથે થયો અન્યાય, સુનીલ ગાવસ્કરે ટીમ મેનેજમેન્ટ પર ઉઠાવ્યા સવાલ

એક અંગ્રેજી મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં રવિચંદ્રન અશ્વિને કહ્યું કે આવા તબક્કે પહોંચ્યા પછી ક્રિકેટરના મનમાં હંમેશા નિવૃત્તિનો પ્રશ્ન આવે છે. અશ્વિન કહે છે કે તેણે પોતાના જીવનમાં ક્યારેય પણ પોતાના દિલમાં કોઈ વાત નથી રાખી, તેના કહેવા પ્રમાણે, જે દિવસે તેને લાગશે કે ટીમને હવે તેની જરૂર નથી, તે દિવસ તેનો ક્રિકેટમાં છેલ્લો દિવસ હશે. અશ્વિને એમ પણ કહ્યું કે તેણે હંમેશા ક્રિકેટની રમતને પોતાની જાતથી આગળ રાખી છે.

નિવૃત્તિ કેમ લીધી?

રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિ લેવાનું કારણ જણાવતા કહ્યું, "મેં ઘણી વખત નિવૃત્તિ વિશે વિચાર્યું હતું. હું માનતો હતો કે મારી કારકિર્દીનો છેલ્લો દિવસ એ જ હશે જ્યારે હું સવારે ઉઠીને વિચારીશ કે હવે મારું અહીં કોઈ ભવિષ્ય નથી. મને અચાનક લાગ્યું કે મારા માટે અહીં હાંસલ કરવા માટે ઘણું બાકી નથી."

ભારતના દિગ્ગજ સ્પિનરે વધુમાં કહ્યું, "મને મારા નિર્ણય પર કોઈ પસ્તાવો નથી કારણ કે હું સખત મહેનત કરીને અહીં પહોંચ્યો છું. હું ખુશ છું કે ક્રિકેટની રમત મારા જીવનમાં આવી, જેણે મને જીવનને આગળ વધવા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું. હું ઘણા લાંબા સમય સુધી ટેસ્ટ ક્રિકેટ રમ્યો છું, જેણે મને જીવન કેવી રીતે જીવવું તે પણ શીખવ્યું છે. મારા જીવનમાં બનેલી આ સૌથી સારી બાબત છે."

આ સમાચાર શેર કરો