VIDEO: પાકિસ્તાન સામેની જીત બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા રવિ શાસ્ત્રી, રિષભ પંત વિશે કહી દિલ જીતી લેનારી વાત
ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચ બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અને વર્તમાન ક

ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચ બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અને વર્તમાન કોમેન્ટેટર રવિ શાસ્ત્રી ભારતીય ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત વિશે એવી વાત કહી કે જેણે બધાનું દિલ જીતી લીધું.
બેસ્ટ ફિલ્ડરને મેડલ આપવા માટે શાસ્ત્રી સ્પેશિયલ ગેસ્ટ તરીકે ભારતીય ડ્રેસિંગ રૂમમાં આવ્યા હતા. પાકિસ્તાન સામે શાનદાર વિકેટ કીપિંગ કરનાર રિષભ પંતને આ મેડલ આપવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ભારતે પાકિસ્તાનને હરાવીને સુપર-8 તરફ વધુ એક પગલું ભર્યું છે.
રવિ શાસ્ત્રીએ આ વાત કહી
રિષભ પંતને મેડલ આપતી વખતે રવિ શાસ્ત્રીએ કહ્યું, "હું રિષભ માટે એટલું જ કહેવા માંગુ છું, શાનદાર પ્રદર્શન. જ્યારે મેં તેના અકસ્માત વિશે સાંભળ્યું ત્યારે મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. જ્યારે મેં તેને હોસ્પિટલમાં જોયો ત્યારે તેની હાલત ખરાબ હતી. અને પછી ત્યાંથી પાછા આવવું અને ભારત વિરુદ્ધ પાકિસ્તાનની સૌથી મોટી મેચ રમવી એ હૃદયસ્પર્શી છે.
પંત વિશે શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, "બેટિંગ, દરેક વ્યક્તિ જાણે છે કે તમે શું કરવા માટે સક્ષમ છો, તમારી પાસે એક્સ-ફેક્ટર છે. પરંતુ તમારી વિકેટકીપિંગ અને મૂવમેન્ટની રેન્જ જે તમે ઓપરેશન પછી ઝડપથી પાછી મેળવી છે. આ તે વાતનો શ્રેય છે કે તમે કેટલી મહેનત કરી છે. આ માત્ર તમારા માટે જ નહીં પરંતુ તે વિશ્વભરના લાખો લોકો માટે પ્રેરણા છે, કે તમે વિપરીત પરિસ્થિતિમાંથી, મૃત્યના મોમાંથી પણ જીત છીનવી શકો છો. આ સારું કામ કરતા રહો."
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન સામે શાનદાર વિકેટ કીપિંગ સિવાય રિષભ પંતે બેટથી પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નંબર-3 પર બેટિંગ કરતા પંતે સૌથી વધુ 42 રનની ઈનિંગ્સ રમી, જેના આધારે ભારત 119ના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું.








