અફઘાનિસ્તાને ન્યુઝીલેન્ડને હરાવી સર્જ્યો અપસેટ, રાશિદ ખાને 17 વર્ષ બાદ આ દિગ્ગજનો તોડ્યો રેકોર્ડ
ટી20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનની ટીમે મોટો અપસેટ સર્જ્યો છે. રાશિદ ખાનની કપ્તાનીવાળી ટીમે ન્યુઝીલેન

ટી20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનની ટીમે મોટો અપસેટ સર્જ્યો છે. રાશિદ ખાનની કપ્તાનીવાળી ટીમે ન્યુઝીલેન્ડની ટીમને 84 રનથી હરાવીને ઈતિહાસ રચી દીધો છે. આવું પ્રથમ વખત બન્યું છે કે અફઘાનિસ્તાનની ટીમે ન્યુઝીલેન્ડને હરાવી છે. આ જીતમાં કપ્તાન રાશિદ ખાને મોટી ભૂમિકા ભજવી છે. તેણે ટીમને લીડ કરતાં શાનદાર બોલિંગના દમ પર ચાર ઓવરના સ્પેલમાં માત્ર 178 રન આપીને ન્યુઝીલેન્ડની 4 વિકેટો ખેરવી. આ સાથે તેણે ટી20 વર્લ્ડ કપમાં રેકોર્ડ બનાવી લીધો છે.
રાશિદ ખાને શાનદાર બોલિંગ કરતાં અફઘાનિસ્તાનની ટીમે ન્યૂઝીલેન્ડને 84 રનના મોટા અંતરથી પરાજય આપ્યો. આ સાથે રાશિદ ખાન T20 વર્લ્ડ કપમાં 4 વિકેટ લેનારો ત્રીજો કેપ્ટન બની ગયો છે. રાશિદ ખાન પહેલા માત્ર ન્યૂઝીલેન્ડના કેપ્ટન ડેનિયલ વેટોરી અને ઓમાનના કેપ્ટન જીશાન મકસૂદ આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
આ ઉપરાંત રાશિદ ખાન T20 વર્લ્ડ કપની એક ઇનિંગમાં શ્રેષ્ઠ બોલિંગ કરનાર કેપ્ટન પણ બની ગયો છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન ડેનિયલ વેટોરીનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 2007ની T20 વર્લ્ડ કપમાં ડેનિયલ વિટોરીએ ભારત સામે 4 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ લીધી હતી. જો કે 2021માં ઓમાનના કેપ્ટન જીશાન મકસૂદે આ રેકોર્ડની બરાબરી કરી હતી.
ન્યૂઝીલેન્ડ સામે રાશિદ ખાનના પ્રદર્શનને પગલે હવે અફઘાનિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપની સુપર 8 ક્વોલિફાઈ કરવાની નજીક પહોંચી ગઈ છે. અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડ અને યુગાન્ડાની ટીમને મોટા રનના માર્જિનથી હરાવીને ગ્રૂપ સીમાં ટોપમાં પહોંચી ગઈ છે. હવે તેની મેચ વેસ્ટઈન્ડિઝ અને પાપુઆ ન્યૂ ગિની સામે છે. એમાંથી કોઈ એક મેચ જીતશે તો પણ સુપર એઈટમાં ક્વોલિફાઈ થઈ જશે. ન્યુઝીલેન્ડની ટીમે સુપર8માં પહોંચવા ત્રણેય મેચ મોટા માર્જિનથી જીતવી પડશે.






