RCBને ચેમ્પિયન બનાવનાર રજત પાટીદારને મળી મોટી જવાબદારી, હવે આ ટીમની પણ સંભાળશે કમાન

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને જીત અપાવનાર કેપ્ટન રજત પાટીદાર પર બધાની નજર ટકેલી છે. IPL જીત્યા પછી, પાટીદારનું કદ ઘરેલુ ક્રિકેટમાં નોંધપાત્ર રીતે વધ્યું છે. આના કારણે BCCI એ તેને પહેલા સેન્ટ્રલ ઝોનના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો. ત્યારબાદ તેને ઈન્ડિયા-A અને રેસ્ટ ઓફ ઈન્ડિયાના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો, જ્યાં તેણે પ્રભાવશાળી પ્રદર્શનથી પોતાને કુશળતા દેખાડી હતી. આ સાથે, પાટીદારને હવે વધુ એક ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
રજત પાટીદારને વધુ એક ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો
સેન્ટ્રલ ઝોન અને રેસ્ટ ઓફ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કરનારા રજત પાટીદારને હવે મધ્યપ્રદેશની રણજી ટ્રોફી ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ શુક્રવારે રાત્રે ફેન્સને આ નિર્ણયની માહિતી આપી હતી. રણજી ટ્રોફી 2025-26 બે તબક્કામાં રમાશે, જેમાં પહેલો તબક્કો 15 ઓક્ટોબરથી શરૂ થશે અને 19 નવેમ્બરના રોજ સમાપ્ત થશે. જ્યારે બીજો તબક્કો 22 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન રમાશે.
ટુર્નામેન્ટના નોકઆઉટ મેચ 6થી 28 ફેબ્રુઆરી દરમિયાન રમાશે. મધ્યપ્રદેશની ટીમે છેલ્લે 2022માં રણજી ટ્રોફી જીતી હતી. પાટીદાર માત્ર એક સારો કેપ્ટન જ નથી પણ એક મજબૂત બેટિંગમાં પણ કમાલ કરી શકે છે. પાટીદાર આ સ્થાનિક સિઝનમાં પોતાના પ્રભાવશાળી બેટિંગ પ્રદર્શનથી ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકે છે. તે તાજેતરમાં મોટી ઈનિંગ્સ રમતો જોવા મળ્યો છે.
મધ્યપ્રદેશની રણજી ટીમ
રજત પાટીદાર (કેપ્ટન), યશ દુબે, હર્ષ ગવળી, શુભમ શર્મા, હિમાંશુ મંત્રી, હરપ્રીત સિંહ, વેંકટેશ અય્યર, સાગર સોલંકી, કુમાર કાર્તિકેય, સારાંશ જૈન, અધિર પ્રતાપ, આર્યન પાંડે, અરશદ ખાન, અનુભવ અગ્રવાલ અને કુલદીપ સેન.

