મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

PBKS vs GT: રાહુલ તેવટીયાની દમદાર ઈનિંગે ગુજરાત ટાઈટન્સને અપાવી જીત

ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવીને મેચ જીતી છે. પ્રથમ બેટીંગ કરતા પંજાબ કિંગ્સે નિ

PBKS vs GT: રાહુલ તેવટીયાની દમદાર ઈનિંગે ગુજરાત ટાઈટન્સને અપાવી જીત

ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવીને મેચ જીતી છે. પ્રથમ બેટીંગ કરતા પંજાબ કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 142 રન બનાવ્યા હતા. જ્યારે ગુજરાત ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતર્યું ત્યારે બેટ્સમેનોને પણ એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે પીચ પર રન બનાવવાનું સરળ નથી. ગુજરાત માટે શરૂઆત ખૂબ જ ધીમી અને ખરાબ રહી હતી, કારણ કે રિદ્ધિમાન સાહા માત્ર 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચે 41 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ ટીમનો રન રેટ ઘણો ધીમો હતો. 10મી ઓવરમાં શુભમન ગિલ 29 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો, દસ ઓવરના અંતે ટીમનો સ્કોર માત્ર 68 રન હતો. મધ્યમ ઓવરોમાં લિયામ લિવિંગસ્ટોન પંજાબ કિંગ્સ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થયો, જેણે તેની ઓવરોમાં શુભમન ગિલ અને ડેવિડ મિલરને આઉટ કર્યા.

14મી ઓવર સુધી ગુજરાતની ટીમ 3 વિકેટના નુકસાને 91 રન સાથે રમતી હતી. આગામી 2 ઓવરમાં મેચ બદલાવાની હતી. પ્રથમ સાઈ સુદર્શનને સેમ કુરન દ્વારા ક્લીન બોલ્ડ કરવામાં આવ્યો હતો, જેણે 34 બોલમાં 31 રન બનાવ્યા હતા. બીજી જ ઓવરમાં અઝમતુલ્લા ઉમરઝાઈએ ​​પણ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તેણે 10 બોલમાં 13 રન બનાવ્યા હતા. મેચ એવા તબક્કે પહોંચી ગઈ હતી કે ગુજરાતને છેલ્લી 3 ઓવરમાં 25 રનની જરૂર હતી, પરંતુ પિચની સ્થિતિને જોતા તેમને સ્કોર બનાવવો સરળ ન હતો.

આ દરમિયાન કાગિસો રબાડાએ ઇનિંગની 18મી ઓવરમાં 20 રન આપ્યા અને અહીંથી મેચ એકતરફી બની ગઈ. ગુજરાતને જીતવા માટે છેલ્લા 12 બોલમાં માત્ર 5 રનની જરૂર હતી. હર્ષલ પટેલે 19મી ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી, પરંતુ GTને છેલ્લા 6 બોલમાં માત્ર 1 રન કરવાનો હતો. રાહુલ તેવટિયાએ છેલ્લી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકારીને વિનિંગ શોટ ફટકાર્યો હતો અને આ સાથે જ ગુજરાતે 3 વિકેટે મેચ જીતી લીધી હતી.

રાહુલ તેવટીયા ગેમ ચેન્જર


ગુજરાત ટાઇટન્સ ટીમ મુશ્કેલીમાં હતી તેથી રાહુલ તેવટીયા છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે પહેલા ધીરજપૂર્વક બેટિંગ કરી અને ઇનિંગની 18મી ઓવરમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સહિત 20 રન બનાવીને મેચનો માર્ગ બદલી નાખ્યો. તેવેટીયાએ મુશ્કેલ પરિસ્થિતિમાં 18 બોલમાં 36 રનની તોફાની ઇનિંગ રમીને ગુજરાત ટાઇટન્સનો 3 વિકેટે વિજય સુનિશ્ચિત કર્યો હતો.

આ સમાચાર શેર કરો