મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

રાફેલ નડાલે ટેનિસમાંથી લીધો સંન્યાસ, 22 વખત જીત્યા છે ગ્રાન્ડસ્લેમ ખિતાબ

સ્પેનના દિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે સંન્યાસની જાહેરાત કરી છે. નડાલે પોતાના કરિયરમાં 22 ગ્રાન્ડસ્લેમ ખિતાબ પોતાના નામે ક

રાફેલ નડાલે ટેનિસમાંથી લીધો સંન્યાસ, 22 વખત જીત્યા છે ગ્રાન્ડસ્લેમ ખિતાબ

સ્પેનના દિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે સંન્યાસની જાહેરાત કરી છે. નડાલે પોતાના કરિયરમાં 22 ગ્રાન્ડસ્લેમ ખિતાબ પોતાના નામે કર્યા છે. નડાલની અંતિમ ટૂર્નામેન્ટ આ વર્ષે નવેમ્બરમાં માલાગામાં રમાનાર ડેવિસ કપની ફાઇનલ હશે. 

એક વીડિયો મેસેજમાં રાફેલ નડાલે કહ્યું, "હું તમને એમ જણાવવા આવ્યો છું કે હું પ્રોફેશનલ ટેનિસમાંથી સંન્યાસ લઇ રહ્યો છું. કેટલાક વર્ષ મારા માટે મુશ્કેલભર્યા રહ્યાં છે, ખાસ કરીને છેલ્લા બે વર્ષ." સ્પેનના રાફેલ નડાલ મહાન ટેનિસ ખેલાડીઓમાંથી એક છે. 3 વર્ષની ઉંમરમાં જ રાફેલને રેકેટ પકડાવવામાં આવ્યું હતું. જ્યારે રાફેલ નડાલ 8 વર્ષનો હતો ત્યારે તેને અંડર-12માં ખિતાબ જીત્યો હતો."

38 વર્ષનો સ્પેનિશ સ્ટાર છેલ્લા કેટલાક વર્ષથી ઇજાની સમસ્યાથી પરેશાન છે. 22 ગ્રાન્ડસ્લેમ ખિતાબ જીતી ચુકેલા નડાલની ગણના વિશ્વના અત્યાર સુધીના મહાન ટેનિસ ખેલાડીમાં થાય છે. મેન્સ ખેલાડીઓમાં નડાલ કરતા વધુ ગ્રાન્ડ સ્લેમ સિંગલ ખિતાબ માત્ર નોવાક જોકોવિચ જ જીતી શક્યો છે. જોકોવિચના નામે 24 ટાઇટલ છે.

આ સમાચાર શેર કરો