મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL2024: પંજાબનો ટી-20ના ઇતિહાસમાં સર્વોચ્ચ રન ચેઝનો વર્લ્ડ રેકોર્ડ, કોલકાતાને 8 વિકેટે હરાવ્યું

કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ ઐતિહાસિક બની ગ

IPL2024: પંજાબનો ટી-20ના ઇતિહાસમાં સર્વોચ્ચ રન ચેઝનો વર્લ્ડ રેકોર્ડ, કોલકાતાને 8 વિકેટે હરાવ્યું

કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ ઐતિહાસિક બની ગઇ હતી. આ મેચમાં પંજાબ કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સના 262 રનના પડકારનો પીછો કરતા 18.4 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. પંજાબે ટી-20ના ઇતિહાસમાં સર્વોચ્ચ રન ચેઝનો રેકોર્ડ બનાવ્યો હતો.

પંજાબ તરફથી જોની બેરિસ્ટોએ ફટકારી સદી

પંજાબ તરફથી જોની બેરિસ્ટોના 9 સિક્સર અને 8 ફોર સાથે 48 બોલમાં અણનમ 108 રન તેમજ શશાંક સિંઘના 54 રનની મદદથી પંજાબ કિંગ્સે ટી-20ના ઇતિહાસનો સર્વોચ્ચ રન ચેઝનો રેકોર્ડ બનાવ્યો હતો. કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં કુલ 42 સિક્સરનો પણ વધુ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો.

ટી-20 ક્રિકેટમાં સૌથી સફળ રન ચેઝ

262-પંજાબ કિંગ્સ વિરૂદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ, કોલકાતા, IPL 2024
259-દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ વેસ્ટ ઇન્ડિઝ, સેન્ચુરિયન, 2023
253- મિડલસેક્સ વિરૂદ્ધ સરે, ધ ઓવલ, ટી-20 બ્લાસ્ટ, 2023
244-ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ, ઓકલેન્ડ, 2018
243- બુલ્ગારિયા વિરૂદ્ધ સર્બિયા, સોફિયા, 2022

IPLમાં સૌથી સફળ રન ચેઝ

262 - પંજાબ કિગ્સ વિરૂદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ, કોલકાતા, 2024
224 - રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ પંજાબ કિગ્સ, શારજાહ, 2020
224 - રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ, કોલકાતા, 2024
219 - મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ ચેન્નાઇ સુપર કિગ્સ, દિલ્હી, 2011

આ સમાચાર શેર કરો