મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

CSK vs RCB / ભુવનેશ્વર કુમારની થશે વાપસી! ચેન્નાઈ પણ કરી શકે છે મોટો ફેરફાર, જાણો બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025નો ઉત્સાહ સતત વધી રહ્યો છે. દરરોજ ફેન્સને એકથી એક રોમાંચક મેચ જોવા મળી

CSK vs RCB / ભુવનેશ્વર કુમારની થશે વાપસી! ચેન્નાઈ પણ કરી શકે છે મોટો ફેરફાર, જાણો બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025નો ઉત્સાહ સતત વધી રહ્યો છે. દરરોજ ફેન્સને એકથી એક રોમાંચક મેચ જોવા મળી રહી છે. 18મી સિઝનની 8મી મેચ શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે.

આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમોએ અત્યાર સુધીમાં 1-1 મેચ જીતી છે. ચેન્નાઈએ આ સિઝનની પોતાની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું હતું. જ્યારે બેંગલુરુએ તેની પહેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટથી હરાવ્યું હતું.

બંને ટીમો 1-1 ફેરફાર કરી શકે છે

ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તેમની બીજી મેચમાં મોટા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે. 18મી સિઝનની પોતાની પહેલી મેચમાં, RCB ભુવનેશ્વર કુમાર વિના મેદાનમાં ઉતર્યું હતું. જો ભુવનેશ્વર ફિટ હશે તો તે આજે પ્લેઈંગ ઈલેવનમાં પ્રવેશ કરી શકે છે. જો અનુભવી ફાસ્ટ બોલર ભુવી પ્લેઈંગ ઈલેવનમાં આવે છે તો રસિખ સલામને પડતો મૂકવામાં આવી શકે છે.

આ ફાસ્ટ બોલર પણ પાછો ફરી શકે છે

ચેન્નાઈ સુપર કિંગ્સ પણ ઈજાની સમસ્યાનો સામનો કરી રહી છે. ફાસ્ટ બોલર મથિશા પથિરાનાની ફિટનેસ અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી આવ્યું. પથિરાના મુંબઈ સામે નહતો રમ્યો. આવી સ્થિતિમાં, આજની મેચમાં તેની વાપસીની શક્યતા છે. જો શ્રીલંકન ફાસ્ટ બોલર ચેન્નાઈ પાછો ફરે છે, તો નાથન એલિસને પડતો મૂકવામાં આવી શકે છે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન

CSK: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, નાથન એલિસ/મથિશા પથિરાના, ખલીલ અહેમદ.

RCB: ફિલ સોલ્ટ (વિકેટકીપર), વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રસિખ સલામ/ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, યશ દયાલ.

આ સમાચાર શેર કરો