અફઘાનિસ્તાન સામે આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ 11, આ ખેલાડીઓને મળશે ટીમમાં સ્થાન!
T20 વર્લ્ડ કપ 2024માં ગ્રુપ સ્ટેજ પૂરો થઈ ગયો છે. આવી સ્થિતિમાં હવે તમામની નજર સુપર-8 પર છે. રોહિત શર

T20 વર્લ્ડ કપ 2024માં ગ્રુપ સ્ટેજ પૂરો થઈ ગયો છે. આવી સ્થિતિમાં હવે તમામની નજર સુપર-8 પર છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે અત્યાર સુધી સતત ત્રણ મેચ જીતીને સુપર 8માં જગ્યા બનાવી લીધી છે. ભારત પાસે એવા ઘણા સ્ટાર ખેલાડીઓ છે, જે થોડા જ બોલમાં મેચ બદલી શકે છે. સુપર-8માં ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો આજે (20 જૂન) બાર્બાડોસમાં અફઘાનિસ્તાનની ટીમ સામે થશે. ચાલો જાણીએ, આ મેચ માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે?
ઓપનિંગ પેર આવી હોઈ શકે છે
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આયર્લેન્ડ સામેની પ્રથમ મેચમાં 52 રનની ઈનિંગ રમી હતી. પરંતુ ત્યાર બાદ તે મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. તે જ સમયે, સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ હજુ સુધી લયમાં જોવા મળ્યો નથી. પરંતુ આ બંને મોટી મેચના ખેલાડી છે. આવી સ્થિતિમાં આ બંને દિગ્ગજોની જોડી અફઘાનિસ્તાન સામેની મેચમાં ઓપનિંગ કરે તેવી શક્યતા છે. રિષભ પંત ત્રીજા નંબર પર આવી શકે છે અને તેને વિકેટકીપિંગની જવાબદારી પણ મળી શકે છે. પંતે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 42 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
સૂર્યકુમાર યાદવને ચોથા નંબર પર તક મળી શકે છે. તે ગ્રાઉન્ડના કોઈપણ એરિયામાં સ્ટ્રોક મારવાની ક્ષમતા ધરાવે છે. તેણે અમેરિકા સામેની મેચમાં અડધી સદી ફટકારી હતી અને ટીમને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શિવમ દુબેને પાંચમા નંબર પર તક મળી શકે છે અને હાર્દિક પંડ્યાને છઠ્ઠા નંબર પર મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. હાર્દિક અને શિવમ બેટિંગની સાથે બોલિંગમાં પણ યોગદાન આપી શકે છે.
કુલદીપ યાદવને તક મળી શકે છે
રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલનો ઓલરાઉન્ડર તરીકે સમાવેશ થઈ શકે છે. જ્યારે મોહમ્મદ સિરાજ વર્તમાન T20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. બીજી તરફ બાર્બાડોસની ધરતી પર સ્પિનરોને મદદ મળી શકે છે. અહીં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી ત્યારે ઓસ્ટ્રેલિયન સ્પિનર એડમ ઝમ્પા પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની જગ્યાએ કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે. ફાસ્ટ બોલિંગ એટેકની જવાબદારી જસપ્રીત બુમરાહ લઈ શકે છે. તેનો સાથ આપવા માટે અર્શદીપ સિંહને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. અમેરિકા સામેની મેચમાં અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરીને ચાર વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમની સંભવિત પ્લેઈંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ.








