મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

15મી ઓગસ્ટે ઓલિમ્પિક મેડલ વિજેતાઓને મળશે પીએમ મોદી, નીરજ ચોપરા રહેશે ગેરહાજર

પેરિસ ઓલિમ્પિક 2024 બાદ હવે ભારતીય મેડલ વિજેતાઓને લઈને એક મોટા સમાચાર સામ

15મી ઓગસ્ટે ઓલિમ્પિક મેડલ વિજેતાઓને મળશે પીએમ મોદી, નીરજ ચોપરા રહેશે ગેરહાજર

પેરિસ ઓલિમ્પિક 2024 બાદ હવે ભારતીય મેડલ વિજેતાઓને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં આ તમામ મેડલ વિજેતાઓને મળવાના છે. આ માટે એક ખાસ દિવસ પણ નક્કી કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ભારતે પેરિસ ઓલિમ્પિકમાં કુલ 6 મેડલ જીત્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલી ભારતીય ટુકડીને મળશે. આ બેઠક સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટના રોજ યોજાશે. સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ બાદ પીએમ મોદી બપોરે 1 વાગે તમામ ખેલાડીઓને મળી શકે છે.

મંગળવારે સ્વદેશ પરત ફરશે ભારતીય ટીમ 

આ વખતે પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાઈ હતી. આ માટે 117 સભ્યોની ભારતીય ટીમ પેરિસ ગઈ હતી જેમાંથી મોટાભાગના ખેલાડીઓ પરત ફર્યા છે. પરંતુ ભારત તરફથી, બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા હોકી ખેલાડીઓ પીઆર શ્રીજેશ અને મનુ ભાકરને સમાપન સમારોહમાં 'પરેડ ઓફ નેશન્સ' માટે ભારતીય ધ્વજ વાહક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે મેન્સ હોકી ટીમ પણ પેરિસમાં હતી. આવી સ્થિતિમાં આ તમામ ખેલાડીઓ અને ભારતીય ટીમ મંગળવારે (13 ઓગસ્ટ) સવારે સ્વદેશ પરત ફરશે. જોકે, પેરિસમાં એકમાત્ર સિલ્વર જીતનાર સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા તેની સાથે રહેશે નહીં.

નીરજ એક મહિના પછી ઘરે પરત ફરશે

નીરજ ચોપરા લગભગ એક મહિના પછી પોતાના ઘરે પરત ફરશે. નીરજ ચોપરા પેરિસથી સીધા જ જર્મની જવા રવાના થઈ ગયા છે. તબીબી સલાહ બાદ તે જર્મની ગયો છે. ઉલ્લેખનીય છે કે, નીરજ હર્નિયાથી પીડિત છે. આવી સ્થિતિમાં મેડિકલ ચેકઅપના કારણે તેમને જર્મની જવા માટે કહેવામાં આવ્યું છે. જરૂર પડશે તો તેની સર્જરી પણ ત્યાં જ થશે. આ પછી નીરજ લગભગ એક મહિના સુધી જર્મનીમાં રહ્યા બાદ સ્વદેશ પરત ફરશે.

આ 6 ખેલાડીઓએ પેરિસમાં મેડલ જીત્યા

1. નીરજ ચોપરા
2. મનુ ભાકર
3. મનુ ભાકર/સરબજોત સિંહ
4. સ્વપ્નિલ કુસાલે
5. અમન સેહરાવત
6. હોકી

પેરિસ ઓલિમ્પિકમાં ભારતના મેડલ

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં પહેલો મેડલ જીત્યો, 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ. ત્યારબાદ મનુ ભાકર-સરબજોત સિંહની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી, સ્વપ્નિલ કુસાલે મેન્સ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. આ પછી નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો. જ્યારે કુસ્તીબાજ અમન સેહરાવતે 57 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને છઠ્ઠો મેડલ મેળવ્યો હતો.

આ સમાચાર શેર કરો