VIDEO: ફિલ સોલ્ટે રોમારિયો શેફર્ડની એક ઓવરમાં 30 રન ઝૂડી નાખ્યા
વેસ્ટ ઈન્ડિઝમાં ટી- 20 વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. ત્યારે સુપર-8માં બીજી મેચ ઈંગ્લેન્ડ અને યજમા

વેસ્ટ ઈન્ડિઝમાં ટી- 20 વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. ત્યારે સુપર-8માં બીજી મેચ ઈંગ્લેન્ડ અને યજમાન ટીમ વચ્ચે રમાઈ હતી. જોકે, આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો પરાજય થયો હતો. ઈંગ્લેન્ડના ખેલાડી ફિલિપ સાલ્ટે વેસ્ટ ઈન્ડિઝના બોલર રોમારિયો શેફર્ડને ધોઈ નાખ્યો હતો. એક જ ઓવરમાં ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાની 30 રન ઝૂંડી નાખ્યા હતા. આ સાથે રોમારિયો શેફર્ડ T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોંઘી ઓવર ફેંકનાર છઠ્ઠો બોલર છે.
ઈંગ્લેન્ડે યજમાન ટીમ વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું
વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 180 રન બનાવ્યા હતા. 181 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 17.3 ઓવરમાં ટાર્ગેટ પાર પાડીને વિજય મેળવ્યો હતો.
સોલ્ટે 47 બોલમાં 87 રન બનાવ્યા હતા
ઈંગ્લેન્ડને 30 બોલમાં 40 રનની જરૂર હતી. સ્ટ્રાઈક પર ઈંગ્લેન્ડનો બેટ્સમેન ફિલિપ સાલ્ટ હતો, જે 37 બોલમાં 49 રન બનાવીને રમી રહ્યો હતો. ત્યારે 16મી ઓવર નાખવા રોમારિયો શેફર્ડ આવ્યો હતો. સાલ્ટે શેફર્ડના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને તેની અડધી સદી પૂરી કરી હતી. સાલ્ટે ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારી હતી. તેના આગલા બોલ પર સાલ્ટે ફરીથી બાઉન્ડ્રી ફટકારી. ઓવરના ચોથા બોલ પર, સાલ્ટે લોંગ ઓફ પર સિક્સર ફટકારી અને પછીના બોલ પર તેણે સ્ક્વાયર લેગ પર પુલ શોટ રમીને સિક્સર ફટકારી હતી. ઓવરના 5 બોલમાં 26 રન બની ગયા હતા. ઓવરના છેલ્લા બોલ પર, સાલ્ટે પણ મિડ-ઓફ પર ફુલ ટોસ બોલ પર ફોર ફટકારી અને આખી ઓવરમાં કુલ 30 રન બનાવ્યા. સોલ્ટે 47 બોલમાં 87 રન બનાવ્યા હતા.
T20 વર્લ્ડ કપની સૌથી મોંઘી ઓવર
T-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોંઘી ઓવર ઈંગ્લેન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રોડના નામે છે. 2007 વર્લ્ડ કપમાં ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહે 6 સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં યુવરાજ સિંહે 36 રન બનાવ્યા હતા. વર્તમાન વર્લ્ડ કપમાં આ રેકોર્ડની બરોબરી અફઘાનિસ્તાનના બોલર અઝમતુલ્લા ઉમરઝાઈએ કરી હતી. અઝમતુલ્લા ઉમરઝાઈએ વેસ્ટ ઈન્ડિઝ સામે વર્તમાન વર્લ્ડકપમાં 1 ઓવરમાં 36 રન આપ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝનો બોલર રોમારિયો શેફર્ડ T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોંઘી ઓવર ફેંકનાર છઠ્ઠો બોલર છે.








