PAK vs ENG / PCBએ બાબર-શાહીનને આપ્યો ઝટકો, ઈંગ્લેન્ડ સામે બીજી અને ત્રીજી ટેસ્ટમાંથી કર્યા બહાર
પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે રમાનારી ટેસ્ટ સિરીઝની બીજી અને ત્રીજી મેચ માટે ટીમની જાહેરાત કરી દ

પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે રમાનારી ટેસ્ટ સિરીઝની બીજી અને ત્રીજી મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. શાન મસૂદની કેપ્ટનશિપવાળી ટીમમાં નવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) બાબર આઝમ, શાહીન આફ્રિદી, નસીમ શાહ અને સરફરાઝ અહેમદને મોટો ઝટકો આપ્યો છે. PCBએ આ ચાર ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દીધા છે. સરફરાઝ મુખ્ય ટીમનો ભાગ નહોતો. તે બેન્ચ સ્ટ્રેન્થમાં જોડાયો હતો. PCBએ રવિવારે બપોરે ટીમની જાહેરાત કરી હતી.
PCBએ તેની સત્તાવાર વેબસાઈટ પર બાબર અને શાહીન અંગે પ્રતિક્રિયા આપી છે. બોર્ડે લખ્યું, સિલેક્ટર્સએ બાબર આઝમ, નસીમ શાહ, સરફરાઝ અહેમદ અને શાહીન આફ્રિદીને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. અબરાર અહેમદ હજુ સુધી ઈજામાંથી બહાર આવ્યો નથી. આથી તે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો.
બોર્ડે આ ચાર ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું
PCBએ બાબર, શાહીન, નસીમ અને સરફરાઝની જગ્યાએ ચાર નવા ખેલાડીઓને તક આપી છે. બોર્ડે કહ્યું, હસીબુલ્લાહ, મેહરાન મુમતાઝ, કામરાન ગુલામ અને ફાસ્ટ બોલર મોહમ્મદ અલીને તક આપવામાં આવી છે. આની સાથે ઓફ સ્પિનર સાજીત ખાનને પણ ટીમમાં જગ્યા મળી છે.
પ્રથમ ટેસ્ટમાં બાબરનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું
બાબર આઝમનું પ્રથમ ટેસ્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. તે પ્રથમ ઈનિંગમાં માત્ર 30 રન બનાવીને આઉટ થયો હતો. પાકિસ્તાને આ ઈનિંગમાં 566 રન બનાવ્યા હતા. ટીમ માટે શફીક અને શાન મસૂદે સદી ફટકારી હતી. આગા સલમાને પણ સદી ફટકારી હતી. આ પછી બાબર બીજી ઈનિંગમાં પણ ફ્લોપ રહ્યો હતો. તે 5 રન બનાવીને આઉટ થયો હતો. શાહીન આફ્રિદી પ્રથમ ટેસ્ટમાં માત્ર 1 વિકેટ લઈ શક્યો હતો.
ઈંગ્લેન્ડ સામેની બીજી અને ત્રીજી ટેસ્ટ માટેની પાકિસ્તાનની ટીમ
શાન મસૂદ (કેપ્ટન), સઉદ શકીલ (વાઈસ-કેપ્ટન), આમિર જમાલ, અબ્દુલ્લા શફીક, હસીબુલ્લાહ (વિકેટમેન), કામરાન ગુલામ, મેહરાન મુમતાઝ, મીર હમઝા, મોહમ્મદ અલી, મોહમ્મદ હુરૈરા, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), નોમાન અલી, સૈમ અયુબ, સાજીદ ખાન, સલમાન અલી આગા અને ઝાહિદ મહમૂદ.








