IPLમાં ધૂમ મચાવી રહેલો પંજાબ કિંગ્સનો સેમ કરન 6 વર્ષથી આ એક્ટ્રેસને કરી રહ્યો છે ડેટ, જુઓ બંનેના Unseen Photos
IPL સિઝન 2024 શરૂ થઈ ગઈ છે અને આ સમયે બધાની નજર પંજાબ કિંગ્સના ઓલરાઉન્ડર સેમ કરન પર છે. સેમ આ લીગનો સૌથી વધુ વ

IPL સિઝન 2024 શરૂ થઈ ગઈ છે અને આ સમયે બધાની નજર પંજાબ કિંગ્સના ઓલરાઉન્ડર સેમ કરન પર છે. સેમ આ લીગનો સૌથી વધુ વિશ્વાસપાત્ર ખેલાડી બની ગયો છે. જો કે, તે માત્ર તેના ક્રિકેટના કારણે જ નહીં પર્સનલ લાઈફને લઈને પણ હેડલાઇન્સમાં રહે છે. કારણ છે તેની લવ સ્ટોરી. સેમ લાંબા સમયથી ઈસાબેલા ગ્રેસ સાથે રિલેશનશીપમાં છે. ઈસાબેલા લંડનના બ્રિસ્ટોલની રહેવાસી છે અને એક્ટ્રેસ બનવા માંગે છે. તે લાંબા સમયથી સેમ સાથે છે અને તેને સપોર્ટ કરે છે અને દરેક સારા અને ખરાબ સમયમાં તેની સાથે હાજર રહી છે.
સેમ કરનની ગર્લફ્રેન્ડ કોણ છે?
ઈસાબેલા એક મહત્વાકાંક્ષી થિયેટર અને સ્ક્રીન એક્ટ્રેસ છે. અભિનય ઉપરાંત તે રાઈટર, ડિઝાઇનર અને આર્ટીસ્ટ છે. તે વિવિધ ક્ષેત્રોમાં પોતાની ક્રિએટીવ સ્કિલ્સ બતાવતી રહે છે. સેમની જેમ તેને રમતગમતમાં ઘણો રસ છે. એડવેન્ચર સ્પોર્ટ્સના સંદર્ભમાં, તેને સ્નો સ્કીઇંગ અને એરિયલ સિલ્ક/હૂપ્સ ગમે છે. ઈસાબેલા 2018થી સેમ સાથે છે અને ઘણી વખત IPL મેચો દરમિયાન સેમને સપોર્ટ કરતી જોવા મળે છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની તસવીરો શેર કરતા રહે છે.
IPLમાં સેમ કરનની સફળતા
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સેમ કરને તે ત્રણ બેટ્સમેનોના નામ જાહેર કર્યા છે, જેમને આઉટ કરીને તે પોતાની T20માં ડ્રીમ હેટ્રિક પૂરી કરવા માંગે છે. વાસ્તવમાં, કરન IPLમાં પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યો છે. કરન ઈંગ્લેન્ડનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. તેણે બેટિંગ અને બોલિંગથી ધૂમ મચાવી છે. હવે ઈએસપીએન ક્રિકઈન્ફો સાથે વાત કરતી વખતે, કરને તેના T20માં ડ્રીમ હેટ્રિક વિશે વાત કરી. જ્યારે સેમ કરનને પૂછવામાં આવ્યું કે T20માં તેની ડ્રીમ હેટ્રિક શું હશે. ત્યારે સેમે જે પ્રથમ નામ લીધું તે રોહિત શર્મા હતું. આ પછી, બીજું નામ લેવામાં આવ્યું તે વિસ્ફોટક ખેલાડી આન્દ્રે રસેલનું હતું. આ પછી, કરન દ્વારા લેવામાં આવેલ ત્રીજું નામ જોસ બટલરનું હતું.








