Paris Paralympic 2024 / ત્રીજા દિવસે ભારતને મળી શકે છે 4 મેડલ, જાણો કઈ રમતમાંથી છે આશા
પેરિસ પેરાલિમ્પિક ભારત માટે અત્યાર સુધી સારી રહી છે. બીજા જ દિવસે દેશને કુલ 4 મેડલ મળ્યા જેમાં

પેરિસ પેરાલિમ્પિક ભારત માટે અત્યાર સુધી સારી રહી છે. બીજા જ દિવસે દેશને કુલ 4 મેડલ મળ્યા જેમાં 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ સામેલ છે. હવે આજે એટલે કે ત્રીજા દિવસે (31 ઓગસ્ટ) ભારતની મેડલ ટેલીમાં વધારો થઈ શકે છે. ત્રીજા દિવસે ભારતના ખાતામાં કુલ 4 મેડલ આવવાની આશા છે. બીજા દિવસે ભારતે પેરા શૂટિંગ અને પેરા એથ્લેટિક્સમાં મેડલ જીત્યા હતા. આજે પેરા સાઈકલિંગ અને પેરા શૂટિંગમાં પણ ગોલ્ડની અપેક્ષા છે. જોકે, મેડલ લાવવા માટે ભારતીય એથ્લેટ્સે મેડલ રાઉન્ડ માટે ક્વોલિફાય થવું પડશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ભારત આજે કેટલા મેડલ મેળવે છે.
તમને જણાવી દઈએ કે અવની લેખરા પેરાલિમ્પિકમાં સતત બીજો ગોલ્ડ જીતવામાં સફળ રહી હતી. તેણે અગાઉ ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો. અવનીએ પેરિસમાં 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ SH1 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બાકી, મનીષ નરવાલે મેન્સ 10 મીટર એર પિસ્તોલ (SH1) ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો અને પ્રીતિ પાલે વિમેન્સ T35 કેટેગરીમાં 100 મીટર રેસમાં બ્રોન્ઝ જીત્યો હતો.
31 ઓગસ્ટે પેરિસ પેરાલિમ્પિક્સ માટે ભારતનું શેડ્યૂલ
પેરા બેડમિન્ટન
- વિમેન્સ સિંગલ્સ SL3 ગ્રુપ પ્લે સ્ટેજ - બપોરે 12:00 કલાકે.
- મેન્સ સિંગલ્સ SL3 ગ્રુપ પ્લે સ્ટેજ - બપોરે 1:20 કલાકે.
- મેન્સ સિંગલ્સ SL4 ગ્રુપ પ્લે સ્ટેજ - બપોરે 2:40 કલાકે.
- મેન્સ સિંગલ્સ સેટ 4 ગ્રુપ પ્લે સ્ટેજ - બપોરે 3:20 કલાકે.
- વિમેન્સ સિંગલ્સ SU5 ગ્રુપ પ્લે સ્ટેજ - સાંજે 4:00 કલાકે.
પેરા શૂટિંગ
- મેન્સ 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ SH1 (ક્વોલિફિકેશન) - સ્વરૂપ મહાવીર અનહાલકર - બપોરે 1:00 કલાકે.
- વિમેન્સ 10 મીટર એર પિસ્તોલ SH1 (ક્વોલિફિકેશન) - રૂબિના ફ્રાન્સિસ - બપોરે 3:30 કલાકે.
પેરા ટ્રેક સાઈકલિંગ
- વિમેન્સ 500 મીટર ટાઈમ ટ્રાયલ C1-3 (ક્વોલિફિકેશન) - જ્યોતિ ગડેરિયા - બપોરે 1:30 કલાકે.
- મેન્સ 1,000 મીટર ટાઈમ ટ્રાયલ C1-3 (ક્વોલિફિકેશન) - અરશદ શેખ - બપોરે 1:49 કલાકે.
પેરા રોઈંગ
- મિક્સ્ડ PR3 ડબલ સ્કલ્સ (રેપેચેજ) - ભારત (અનિતા અને નારાયણ કોંગનાપલ્લે) - બપોરે 3:00 કલાકે.
પેરા તીરંદાજી
- વિમેન્સ કમ્પાઉન્ડ (1/8 એલિમિનેશન 2) - સરિતા દેવી vs એલેનોરા સરતી (ઈટલી) - સાંજે 7:00 કલાકે.
- વિમેન્સ કમ્પાઉન્ડ (1/8 એલિમિનેશન 8) - શીતલ દેવી vs મારિયાના ઝુનિગા (ચીલી) - રાત્રે 8:59 કલાકે.
પેરા એથ્લેટિક્સ
- મેન્સ જેવલિન થ્રો F57 (મેડલ ઇવેન્ટ) - પ્રવીણ કુમાર - રાત્રે 10:30 કલાકે.






