મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ચેમ્પિયન્સ ટ્રોફી 2025: ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ જોવા મળશે, BCCIએ કરી સ્પષ્ટતા

આવતા મહિને પાકિસ્તાનની યજમાનીમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન થવાનું છ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025: ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ જોવા મળશે, BCCIએ કરી સ્પષ્ટતા

આવતા મહિને પાકિસ્તાનની યજમાનીમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન થવાનું છે. આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ રમાશે. આ પહેલા સવાલ ઉભા થયા હતા કે ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ જોવા નહીં મળે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સ્પષ્ટતા કરી છે.

ન્યૂઝ એજન્સી અનુસાર, BCCIના નવા સચિવ દેવજીત સૈકિયાએ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ICCના તમામ નિયમોનું પાલન કરશએ. એટલે કે તેમને આ ક્લિયર કરી દીધુ છે કે તમામ ટીમની જેમ ભારતીય ટીમની જર્સી પર પણ પાકિસ્તાનનું નામ જોવા મળશે.

BCCIના સચિવે શું કહ્યું?

સૈકિયાએ કહ્યું, 'BCCI ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન જર્સી સંબંધિત ICCના દરેક નિયમનું પાલન કરશે.' 'લોગો' અને જર્સી સંબંધિત નિયમો અંગે અન્ય ટીમો જે પણ કરશે અમે તેનું સંપૂર્ણ પાલન કરીશું.

જોકે, સૈકિયાએ એ જણાવ્યું ન હતું કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ICC પ્રી-ટૂર્નામેન્ટ ઇવેન્ટ્સમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે કે નહીં, જેમાં કેપ્ટનની પ્રેસ કોન્ફરન્સ અને સત્તાવાર ફોટો શૂટનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું, 'રોહિત શર્મા ICC મીડિયા ઇવેન્ટ્સ માટે પાકિસ્તાન જશે કે નહીં તે હજુ નક્કી નથી.'

શું હતો વિવાદ?

પાકિસ્તાન અને દુબઇમાં રમાનાર આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા એક નવો વિવાદ ઉભો થયો હતો. ભારતે કથિત રીતે ટીમ ઇન્ડિયાની જર્સી પર પાકિસ્તાન (યજમાન દેશનું નામ) છપાવવા પર આપત્તિ વ્યક્ત કરી હતી. ભારત પોતાની ચેમ્પિયન્સ ટ્રોફી મેચ દુબઇમાં રમવા માટે તૈયાર છે.

PCBના એક અધિકારીએ આ ઘટના પર વાતચીત કરી હતી. અધિકારીએ કહ્યું- BCCI ટીમ ઇન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ ના છપાવીને 'ક્રિકેટમાં રાજકારણ' કરી રહ્યું છે. આ પહેલા ભારતીય બોર્ડે કથિત રીતે કેપ્ટન રોહિત શર્માને ચેમ્પિયન્સ ટ્રોફી માટે કેપ્ટનોની બેઠક માટે પાકિસ્તાન મોકલવાનો પણ ઇનકાર કર્યો હતો.

ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં એક મહિના કરતા પણ ઓછો સમય

ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં હવે લગભગ એક મહિના કરતા પણ ઓછો સમય રહી ગયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાને અત્યાર સુધી પોતાની ટીમ જાહેર કરી નથી. ભારતે 15 ખેલાડીઓની પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે 15 સભ્યોની ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), રિષભ પંત (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર

ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ

ગ્રુપ A- પાકિસ્તાન, ભારત, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ
ગ્રુપ B- દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ

ચેમ્પિયન્સ ટ્રોફીનો ફુલ કાર્યક્રમ

19 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ, કરાચી
20 ફેબ્રુઆરી- બાંગ્લાદેશ વિરૂદ્ધ ભારત, દુબઇ
21 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા, કરાચી
22 ફેબ્રુઆરી- ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઇંગ્લેન્ડ, લાહોર
23 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરૂદ્ધ ભારત, દુબઇ
24- ફેબ્રુઆરી- બાંગ્લાદેશ વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ, રાવલપિંડી
25 ફેબ્રુઆરી- ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી
26 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરૂદ્ધ ઇંગ્લેન્ડ, લાહોર
27 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરૂદ્ધ બાંગ્લાદેશ, રાવલપિંડી
28 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા, લાહોર

1 માર્ચ- દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ઇંગ્લેન્ડ, કરાચી
2 માર્ચ- ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારત, દુબઇ
4 માર્ચ- સેમી ફાઇનલ-1, દુબઇ
5 માર્ચ- સેમી ફાઇનલ-2, લાહોર

9 માર્ચ- ફાઇનલ, લાહોર (ભારત ફાઇનલમાં પહોંચ્યું તો દુબઇમાં રમાશે)

10 માર્ચ- રિઝર્વ ડે

આ સમાચાર શેર કરો