મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

હાથમાં પથ્થર ઉઠાવીને પહાડ પર ચઢતા જોવા મળ્યા પાકિસ્તાનના ખેલાડી, ખાસ રીતની ટ્રેનિંગનો વીડિયો આવ્યો સામે

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડી પાકિસ્તાન આર્મીની અંડરમાં પોતાની ફિટનેસ ટ્રેનિંગ કરી રહ્યાં છે. એબટાબાદ સ્થિત આર

હાથમાં પથ્થર ઉઠાવીને પહાડ પર ચઢતા જોવા મળ્યા પાકિસ્તાનના ખેલાડી, ખાસ રીતની ટ્રેનિંગનો વીડિયો આવ્યો સામે

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડી પાકિસ્તાન આર્મીની અંડરમાં પોતાની ફિટનેસ ટ્રેનિંગ કરી રહ્યાં છે. એબટાબાદ સ્થિત આર્મી સ્કૂલ ઓફ ફિઝિકલ ટ્રેનિંગમાં ખેલાડીઓની ફિટનેસ પર કામ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાની ખેલાડીઓ હાથમાં પથ્થર ઉઠાવીને પહાડ પર ચઢતા જોવા મળ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ક્રિકેટરોને પાકિસ્તાનની આર્મી આપી રહ્યું છે ટ્રેનિંગ

પાકિસ્તાન સુપર લીગ (PSL) પૂર્ણ થયા બાદ PCBએ જાહેરાત કરી હતી કે તમામ ખેલાડી પાકિસ્તાની મિલિટ્રીની અંડર ટ્રેનિંગ કરશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો હતો જેથી ખેલાડીઓની ફિટનેસમાં સુધારો અને આર્મી જેવું અનુશાસન તેમની અંદર આવે. કુલ મળીને 29 ખેલાડીઓને આ ટ્રેનિંગ માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને તે બે અઠવાડિયાથી પાકિસ્તાની સેનાના નેતૃત્વમાં ફિઝિકલ ટ્રેનિંગ કરી રહ્યાં છે.

પાકિસ્તાની ખેલાડીઓનો વીડિયો આવ્યો સામે

આ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાની ખેલાડી હાથમાં પથ્થર ઉઠાવીને પહાડ પર ચઢી રહ્યાં છે. આ વીડિયોમાં નસીમ શાહ, મોહમ્મદ રિઝવાન અને ઇફ્તિખાર અહેમદ જેવા ખેલાડી જોઇ શકાય છે.

પાકિસ્તાન ટીમની આ ટ્રેનિંગની શરૂઆત 25 માર્ચથી થઇ હતી અને આ 8 એપ્રિલ સુધી ચાલશે. હજુ બે દિવસ ટ્રેનિંગ બાકી છે. પીસીબી ચીફ મોહસીન નકવીએ કહ્યું હતું, “મે બોર્ડને કહ્યું કે તે પ્લાન બનાવે જેથી દરેક ખેલાડીની ફિટનેસ સારી હોય. તમારે તેના માટે પુરો પ્રયાસ કરવો પડશે. ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનના પ્રવાસે આવી રહી છે. તે બાદ આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ સાથે પણ રમવાનું છે અને પછી ટી-20 વર્લ્ડકપ છે. હું એમ વિચારતો હતો કે અમે ટ્રેનિંગ ક્યારે કરીશું, કારણ કે ટાઇમ જ નથી બચતો. પાકિસ્તાની મિલિટ્રી ખેલાડીઓને ટ્રેનિંગ કરાવશે અને આશા છે કે તેનાથી ફાયદો થશે.”

મહત્ત્વપૂર્ણ છે કે પાકિસ્તાની ખેલાડીઓની ફિટનેસને લઇને સતત સવાલ ઉભા થતા રહે છે. કેટલીક વખત પાકિસ્તાનના ખેલાડીઓની ફિટનેસને કારણે તેમણે ટિકાનો સામનો કરવો પડે છે.

આ સમાચાર શેર કરો