Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : PAK vs OMAN match preview Asia Cup 2025

Asia Cup 2025 / આજે ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની પહેલી મેચ, ડેબ્યુટન્ટ ઓમાન સામે ટકરાશે

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Asia Cup 2025 / આજે ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની પહેલી મેચ, ડેબ્યુટન્ટ ઓમાન સામે ટકરાશે
સોર્સ : GSTV

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાન આજે (12 સપ્ટેમ્બર) ગ્રુપ Aની પોતાની  પહેલી મેચમાં ટીમ ડેબ્યુટન્ટ ઓમાન સામે પોતાની તૈયારીઓને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. એશિયા કપ પહેલા ટ્રાઈ-નેશન સિરીઝની ફાઈનલમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને 75 રનથી હરાવ્યું હતું, જે ચોક્કસપણે તેમનું મનોબળ વધારશે.

App Store

નવાઝ ફોકસમાં રહેશે

આ મેચમાં સ્પિનર ​​મોહમ્મદ નવાઝે હેટ્રિક લીધી હતી અને તે ફરીથી પાકિસ્તાન માટે ટ્રમ્પ કાર્ડ બનશે. UAEની ધીમી પિચને કારણે, પાકિસ્તાને સ્પિનર્સને ટીમમાં સામેલ કરવા પડ્યા છે. આ રણનીતિ ત્રિટ્રાઈ-નેશન સિરીઝ દરમિયાન અસરકારક સાબિત થઈ અને આ રણનીતિ એશિયા કપમાં પણ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ કહ્યું હતું કે, "અમે એવી રીતે તૈયારી કરવા માંગતા હતા કે તે અમને એશિયા કપ માટે મદદ કરે અને અમે તેમ કર્યું. અમે હોમ ગ્રાઉન્ડ પર બાંગ્લાદેશ સામેની સિરીઝથી સારું પ્રદર્શન કરી રહ્યા છીએ. હવે અમે ખૂબ સારી સ્થિતિમાં છીએ અને સંપૂર્ણપણે તૈયાર છીએ."

પાકિસ્તાનની ટીમ ગ્રુપ Aમાં છે

ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને UAEનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે (14 સપ્ટેમ્બર) દુબઈમાં મેચ રમાશે. આ પછી, આ બંને ટીમો સુપર 4 અને ફાઈનલમાં પણ એકબીજાનો સામનો કરી શકે છે. પાકિસ્તાને આગાના નેતૃત્વમાં એક યુવા ટીમ પસંદ કરી છે, જેના સકારાત્મક પરિણામો દેખાઈ રહ્યા છે. પાકિસ્તાન સેમ અયૂબ, ફખર ઝમાન, મોહમ્મદ નવાઝ, સુફિયાન મુકીમ અને આગાના જેવા ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.

ઓમાન ટીમ પોતાનું ડેબ્યુ કરી રહી છે

એશિયા કપમાં ડેબ્યુ કરી રહેલી ઓમાન ટીમ આ મેચમાં ઓછા દબાણ સાથે પરંતુ મોટા સપનાઓ સાથે પ્રવેશ કરી રહી છે. તેના મોટાભાગના ખેલાડીઓ નોકરી અને ક્રિકેટ વચ્ચે સંતુલન જાળવી રાખે છે, જે તેમની અનોખી સફરને પ્રતિબિંબિત કરે છે. આ ઓમાન માટે એક મોટી મેચ હશે જેમાં તેના ખેલાડીઓ પોતાની છાપ છોડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. બંને ટીમ વચ્ચેની આ મેચ આજે (12 સપ્ટેમબર) દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક પહેલા થશે.

પાકિસ્તાનની ટીમ

સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર ઝમાન, હારિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, સાહિબજાદા ફરહાન, સૈમ અયૂબ, સલમાન મિર્ઝા, શાહીન શાહ આફ્રિદી અને સુફિયાન મુકીમ.

ઓમાનની ટીમ

જતિન્દર સિંહ (કેપ્ટન), હમ્માદ મિર્ઝા, વિનાયક શુક્લા, સુફિયાન યુસુફ, આશિષ ઓડેદરા, આમિર કલીમ, મોહમ્મદ નદીમ, સુફિયાન મહમૂદ, આર્યન બિશ્ત, કરણ સોનાવલે, ઝિક્રિયા ઈસ્લામ, હસનૈન શાહ, ફૈઝલ શાહ, મોહમ્મદ ઈમરાન, નદીમ ખાન, શકીલ અહેમદ અને સમય શ્રીવાસ્તવ.