મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

આજના દિવસે જ નિવૃત્ત થયા હતા ટીમ ઈન્ડિયાના બે મિત્રો, એકના નામે છે 3 ICC ટ્રોફી જીતવાનો રેકોર્ડ

એવું શક્ય નથી કે જ્યારે ભારતીય ક્રિકેટની વાત કરવામાં આવે ત્યારે એમએસ ધોનીનું નામ મનમાં ન આવે. મહેન્દ્ર

આજના દિવસે જ નિવૃત્ત થયા હતા ટીમ ઈન્ડિયાના બે મિત્રો, એકના નામે છે 3 ICC ટ્રોફી જીતવાનો રેકોર્ડ

એવું શક્ય નથી કે જ્યારે ભારતીય ક્રિકેટની વાત કરવામાં આવે ત્યારે એમએસ ધોનીનું નામ મનમાં ન આવે. મહેન્દ્ર સિંહ ધોનીને વર્ષ 2007માં પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ આપવામાં આવી હતી. તે પછી જે પણ થયું તે આખું ભારત જાણે છે. ધોનીએ તેની કેપ્ટનશિપમાં ભારતને 3 ICC ટ્રોફી જીતાડી છે. યુવરાજ સિંહ અને અન્ય ક્રિકેટરો સાથે તેની મિત્રતા વિશે ચર્ચાઓ થાય છે, પરંતુ સુરેશ રૈના સાથેની તેની મિત્રતાને પ્રેરણા તરીકે જોવામાં આવે છે કારણ કે બંનેએ એક જ દિવસે પોતાની ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહ્યું હતું.

15મી ઓગષ્ટે નિવૃત્ત થયા હતા

15મી ઓગસ્ટ 2020ના સાંજે 7:29 વાગ્યાનો સમય હતો જ્યારે એમ ધોનીએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, "આ સમગ્ર પ્રવાસમાં પ્રેમ અને સમર્થન દર્શાવવા માટે દરેકનો આભાર. સાંજે 7:29 વાગ્યા પછી, મને નિવૃત્ત માનો. આ પોસ્ટ આવ્યા પછી તરત જ ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ હતી. આ નિર્ણય એવા સમયે આવ્યો જ્યારે સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા હતા કે ધોનીએ સંન્યાસ લઈ લેવો જોઈએ. તે સમયે 'કેપ્ટન કૂલ' લગભગ એક વર્ષથી ભારત માટે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો ન હતો.

થોડા કલાકો પછી બીજો ઝટકો

થાલાની નિવૃત્તિના સમાચારથી ભારતીય ક્રિકેટ ફેન્સ હજુ સ્વસ્થ ન હતા થયા. ત્યાં જ થોડા કલાકો પછી, સુરેશ રૈનાએ ઇન્સ્ટાગ્રામ પર એક સંદેશ શેર કરીને કહ્યું કે તે ક્રિકેટને અલવિદા કહી રહ્યો છે. તેણે લખ્યું, "એમએસ ધોની, તમારી સાથે રમવું સન્માનની વાત છે. મારું હૃદય ગર્વથી ભરાઈ ગયું છે અને મેં પણ તમારી સાથે સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. આભાર ભારત, જય હિંદ."

સૌથી યાદગાર પાર્ટનરશિપ

સુરેશ રૈના અને એમએસ ધોનીએ ક્રિકેટમાં ઘણી યાદગાર પાર્ટનરશિપ કરી છે, પરંતુ 2015 ODI વર્લ્ડ કપ દરમિયાન, તેઓએ પાંચમી વિકેટ માટે 196 રનની પાર્ટનરશિપ કરીને ઘણી હેડલાઇન્સ બનાવી હતી. તે મેચમાં ભારતે 288 રનના લક્ષ્યાંકનો પીછો કરવાનો હતો, પરંતુ ટીમ 92 રનમાં 4 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી. આવી સ્થિતિમાં ધોની અને રૈનાની જોડીએ કમાન સંભાળી અને 196 રનની રેકોર્ડ પાર્ટનરશિપ કરી. ધોની અને રૈનાએ પોતાની વિકેટ ગુમાવ્યા વિના ટીમ ઈન્ડિયાનો 6 વિકેટે વિજય સુનિશ્ચિત કર્યો હતો.

આ સમાચાર શેર કરો