મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

રેસલર બજરંગ પુનિયા ફરી સસ્પેન્ડ, 11 જુલાઇ સુધી આપવો પડશે જવાબ

ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયાને મોટો ઝટકો લાગ્યો છે. બજરંગ પુનિયાને

રેસલર બજરંગ પુનિયા ફરી સસ્પેન્ડ, 11 જુલાઇ સુધી આપવો પડશે જવાબ

ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયાને મોટો ઝટકો લાગ્યો છે. બજરંગ પુનિયાને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)એ ફરી અસ્થાઇ રીતે સસ્પેન્ડ કર્યો છે. જ્યારે ગત વખતે NADAએ બજરંગ પુનિયાને સસ્પેન્ડ કર્યો હતો ત્યારે તેનું સસ્પેન્શન અનુશાસનાત્મક પેનલ દ્વારા રદ કરવામાં આવ્યું હતું કારણ કે તેને નોટિસ જાહેર કરવામાં આવી નહતી પરંતુ હવે NADAએ સસ્પેન્ડ કરવાની સાથે બજરંગ પુનિયાને નોટિસ પણ ફટકારી છે.

શું છે ઘટના?

NADA અનુસાર બજરંગ પુનિયાએ 10 માર્ચે સોનીપતમાં ટ્રાયલ્સ દરમિયાન યૂરીનનો નમૂનો આપવાનો ઇનકાર કર્યો હતો, જેને કારણે તેના પર આ એક્શન લેવામાં આવ્યું છે. બજરંગ પુનિયાના વકીલ વિષ્ણુપત સિંગાનિયાએ કહ્યું, હાં અમને નોટિસ મળી છે અને તેનો જવાબ જરૂર આપીશું. ગત વખતે પણ અમે સુનાવણીમાં સામેલ થયા હતા અને આ વખતે પણ પોતાનો જવાબ દાખલ કરીશું. બજરંગ પુનિયાએ કઇ ખોટું કર્યું નથી માટે અમે લડાઇ ચાલુ રાખીશું. નોટિસ વિરૂદ્ધ જવાબ આપવા માટે બજરંગ પુનિયા પાસે 11 જુલાઇ સુધીનો સમય છે.

બજરંગ પુનિયાને મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યુ છે, 'DCOએ તમને ડોપ ટેસ્ટ માટે યૂરીનનો સેમ્પલ આપવા કહ્યું હતું. DCO દ્વારા કરવામાં આવેલા કેટલાક અનુરોધ બાદ પણ તમે યૂરીન આપવાનો ઇનકાર કર્યો હતો જ્યાર સુધી NADA એક્સપાયરી કિટ મુદ્દે તમારા ઇમેલનો જવાબ નથી આપતો ત્યાર સુધી તમે નમૂનો નહીં આપો. બે મહિના પહેલા ડોપ ટેસ્ટ માટે એથલીટનું સેમ્પલ ભેગુ કરવાનું હતું. સેમ્પલ આપવાનો ઇનકાર કર્યા બાદ NADAના DCOએ તમને તેના પરિણામ વિશે વિસ્તારથી જણાવ્યું હતું. તમારા પર રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી નિયમ, 2021ની કલમ 2.3ના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો છે. હવે તમને અસ્થાઇ રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.'

આ સમાચાર શેર કરો