Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Novak Djokovic Reaches Final of Australian Open 2026

Australian Open 2026 / સિનરને હરાવીને ફાઈનલમાં પહોંચ્યો નોવાક જોકોવિચ, ટાઈટલ માટે અલ્કારાઝ સામે ટકરાશે

Timeછેલ્લું અપડેટ : 31 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Australian Open 2026 / સિનરને હરાવીને ફાઈનલમાં પહોંચ્યો નોવાક જોકોવિચ, ટાઈટલ માટે અલ્કારાઝ સામે ટકરાશે
સોર્સ : GSTV

ઓસ્ટ્રેલિયન ઓપનની બીજી સેમીફાઈનલ 30 જાન્યુઆરીએ રમાઈ હતી. જેમાં સર્બિયાના નોવાક જોકોવિચે શાનદાર પ્રદર્શન કરીને ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. જોકોવિચે 4 કલાક અને 9 મિનિટ ચાલેલી મેન્સ સિંગલ્સની સેમીફાઈનલમાં ઈટાલીના યાનિક સિનરને 3-6, 6-3, 4-6, 6-4, 6-4થી હરાવીને ટાઈટલ મેચમાં પ્રવેશ કર્યો હતો. જોકોવિચ હવે પોતાનું 25મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાથી એક ડગલું દૂર છે.

App Store

જોકોવિચે ઈતિહાસ રચ્યો

38 વર્ષની ઉંમરે જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ્સની ફાઈનલમાં પહોંચનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ બની ગયો છે. જોકોવિચે અહીં 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021 અને 2023માં ટાઈટલ જીત્યું છે. તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં સૌથી વધુ જીત મેળવનાર ખેલાડી પણ છે. ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલ 1 ફેબ્રુઆરીએ રમાશે, જેમાં જોકોવિચનો સામનો કાર્લોસ અલ્કારાઝ સાથે થશે. અલ્કારાઝે પ્રથમ સેમીફાઈનલમાં એલેક્ઝાન્ડર ઝ્વેરેવને હરાવ્યો હતો. તેણે ઝ્વેરેવને 6-4, 7-6(5), 6-7(3), 6-7(4), 7-5થી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.

સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ ધરાવતા ખેલાડીઓ

નોવાક જોકોવિચ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ ધરાવતા ખેલાડીઓની યાદીમાં ટોપ પર છે, તેણે 24 વખત જીત મેળવી છે. સ્પેનનો રાફેલ નડાલ બીજા નંબર પર છે, જ્યારે સ્વિટ્ઝર્લેન્ડનાનો રોજર ફેડરરે ત્રીજા નંબર પર છે અને ચોથા નંબર પર અમેરિકન પીટ સેમ્પ્રસ છે.

  • નોવાક જોકોવિચ - સર્બિયા - 24*
  • રાફેલ નડાલ - સ્પેન - 22
  • રોજર ફેડરર - સ્વિટ્ઝર્લૅન્ડ - 20
  • પીટ સેમ્પ્રાસ - યુએસએ - 14