Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Gujarat Giants defeat Mumbai Indians to reach Eliminator of WPL 2026

WPL 2026 / વ્યર્થ ગઈ હરમનપ્રીત કૌરની ઈનિંગ, મુંબઈને હરાવી એલિમિનેટરમાં પહોંચ્યું ગુજરાત જાયન્ટ્સ

Timeછેલ્લું અપડેટ : 31 Jan 2026
લાઇવ ટીવીGoogle News
WPL 2026 / વ્યર્થ ગઈ હરમનપ્રીત કૌરની ઈનિંગ, મુંબઈને હરાવી એલિમિનેટરમાં પહોંચ્યું ગુજરાત જાયન્ટ્સ
સોર્સ : GSTV

કેપ્ટન એશ્લે ગાર્ડનર અને જ્યોર્જિયા વેરહેમના ઓલરાઉન્ડ પ્રદર્શનના દમ પર ગુજરાત જાયન્ટ્સે શુક્રવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 11 રનથી હરાવીને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ના એલિમિનેટરમાં સ્થાન મેળવ્યું છે. મુંબઈ માટે કેપ્ટન હરમનપ્રીત કૌરે 48 બોલમાં 82 રનની દમદાર ઈનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે આઠ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા, પરંતુ તે ટીમને જીતાડી ન શકી.

App Store

પ્રથમ બેટિંગ કરતા ગાર્ડનરે 28 બોલમાં 46 અને વેરહેમે 26 બોલમાં 44 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 71 રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ થઈ, જેના કારણે ગુજરાતે ચાર વિકેટે 167 રન બનાવ્યા હતા. અનુષ્કા શર્માએ 31 બોલમાં 33 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે ઓપનર સોફી ડિવાઈને 21 બોલમાં 25 રન બનાવ્યા અને વિકેટકીપર-બેટ્સમેન બેથ મૂનીએ 8 બોલમાં 5 રન બનાવ્યા હતા.

જવાબમાં મુંબઈ 7 વિકેટ ગુમાવીને માત્ર 156 રન જ બનાવી શક્યું. કેપ્ટન હરમનપ્રીત સિંહે એકલા હાથે 82 રન બનાવ્યા, પરંતુ ટીમને જીતાડવામાં નિષ્ફળ રહી. સતત આઠ હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાતની આ પહેલી જીત હતી. મુંબઈ માટે ઓપનર સજીવન સજનાએ 25 બોલમાં 26 રન બનાવ્યા હતા.

અમેલિયા કેરે 20 રન અને અમનજોત કૌરે 13 રન બનાવ્યા હતા. ગુજરાત માટે સોફી ડિવાઈન અને જ્યોર્જિયા વેરહેમે 2-2 વિકેટ લીધી. કાશ્વી ગૌતમ, રાજેશ્વરી ગાયકવાડ અને કેપ્ટન એશ્લે ગાર્ડનરે 1-1 વિકેટ લીધી હતી.