Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Not Sachin but this time Virat Kohli is on the verge of breaking Ricky Ponting's record

IND vs NZ / સચિન નહીં હવે રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડવા પર છે વિરાટ કોહલીની નજર, આ મામલે બનશે નંબર-1

Timeછેલ્લું અપડેટ : 04 Jan 2026
લાઇવ ટીવીGoogle News
IND vs NZ / સચિન નહીં હવે રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડવા પર છે વિરાટ કોહલીની નજર, આ મામલે બનશે નંબર-1
સોર્સ : GSTV

વિરાટ કોહલી આ દિવસોમાં શાનદાર ફોર્મમાં છે. તેણે સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની ODI સિરીઝમાં સતત બે સદી અને એક અણનમ અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ, કિંગ કોહલીએ વિજય હજારે ટ્રોફી 2025-26માં પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલી મેચમાં સદી અને બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. હવે વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI સિરીઝમાં એક્શનમાં જોવા મળશે. કોહલી પાસે આ સિરીઝમાં ઈતિહાસ રચવાની તક હશે. આ વખતે તેનું ધ્યાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવા પર નહીં, પરંતુ રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડવા પર રહેશે.

App Store

વિરાટ કોહલી ઈતિહાસ રચશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની ODI સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થશે. વિરાટ કોહલી આ સિરીઝમાં ફરી એકવાર પોતાનો જલવો દેખાડશે. વિરાટ કોહલી આ સિરીઝમાં દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડવાની કગાર પર છે.

પોન્ટિંગ હાલમાં ODI ક્રિકેટમાં નંબર 3 પર સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ટોપ પર છે. તેણે 335 મેચોમાં 42.48ની એવરેજથી 12,662 રન બનાવ્યા છે. જ્યારે વિરાટ કોહલીએ 241 ઈનિંગ્સમાં 61.26ની એવરેજથી 12,436 રન બનાવ્યા છે. જો વિરાટ ન્યુઝીલેન્ડ સામેની આગામી ODI સિરીઝમાં 227 રન બનાવે છે, તો તે પોન્ટિંગને પાછળ છોડીને ઈતિહાસ રચી શકે છે. આ યાદીમાં ત્રીજા સ્થાને શ્રીલંકાનો કુમાર સંગાકારા છે, જેણે 243 મેચોમાં 9,747 રન બનાવ્યા છે.

વિરાટ કોહલીનું તાજેતરનું પ્રદર્શન

કિંગ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની પહેલી મેચમાં 135 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે બીજી મેચમાં 102 અને ત્રીજી મેચમાં અણનમ 65 રન બનાવ્યા હતા. તેણે વિજય હજારે ટ્રોફીમાં આંધ્રપ્રદેશ સામે 131 અને ગુજરાત સામે 77 રન બનાવ્યા હતા. હવે વિરાટ ન્યુઝીલેન્ડ સામે ધમાલ મચાવવા માટે તૈયાર છે.