ભારતમાં નહીં તો ક્યારે અને કયા દેશમાં યોજાશે IPL મેગા ઓક્શન, સામે આવી માહિતી
IPL મેગા ઓક્શનને લઈને મોટા સમાચાર આવ્યા છે. એક અહેવાલ મુજબ

IPL મેગા ઓક્શનને લઈને મોટા સમાચાર આવ્યા છે. એક અહેવાલ મુજબ આ વખતે IPLની હરાજી નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરમાં થઈ શકે છે. બીસીસીઆઈ લંડન અથવા યુએઈમાં મેગા હરાજીનું આયોજન કરવાનું વિચારી રહી છે. રિપોર્ટ અનુસાર, IPL ગવર્નિંગ સાથે જોડાયેલા લોકોએ IPL ઓક્શન વિશે વાત કરી છે અને સ્થળ વિશે પણ ચર્ચા કરી છે. જોકે, હરાજી ક્યાં થશે તે અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. પરંતુ એ નિશ્ચિત છે, નવેમ્બરમાં હરાજીનું આયોજન થઈ શકે છે. આ માટે લંડન, અબુ ધાબી અને દુબઈના સ્થળોમાંથી એકની પસંદગી થઈ શકે છે.
બીસીસીઆઈના સૂત્રોએ સંકેત આપ્યો છે કે, નિયમોની સ્પષ્ટતા કરતી ઔપચારિક જાહેરાત બીસીસીઆઈ દ્વારા આ સપ્તાહના અંત સુધીમાં અથવા આવતા સપ્તાહની શરૂઆતમાં કરવામાં આવી શકે છે. ગયા વર્ષે દુબઈમાં હરાજી યોજાઈ હતી, આ વખતે પણ આ ઈવેન્ટ UAEમાં યોજાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, BCCIએ હજુ સુધી એ નક્કી નથી કર્યું કે, આ વખતે કઈ ટીમ કેટલા ખેલાડીઓને રિટેન કરશે. બીસીસીઆઈ ટૂંક સમયમાં આ અંગેની માહિતી ફ્રેન્ચાઈઝીઓને આપશે.
IPLના ઈતિહાસમાં છેલ્લા 10 વર્ષમાં ત્રણ વખત મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલી વખત વર્ષ 2014માં જ્યારે બીજી વખત વર્ષ 2018માં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે 2 વર્ષના પ્રતિબંધ બાદ IPLમાં વાપસી કરી હતી. તે જ સમયે, કોરોના મહામારીને કારણે ત્રીજી વખત વર્ષ 2021ની મેગા હરાજીનું આયોજન 2022માં કરવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર IPLની હરાજી યોજાવા જઈ રહી છે. ફેન્સ આ હરાજીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે






