મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ENG vs SL:ધોની નહીં પરંતુ ઈંગ્લેન્ડનો કપ્તાન છે અસલી રિવ્યૂ માસ્ટર, આંકડા જોઈને અચંબિત થશો

ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન માહી મેદાન પર રિવ્યૂ લેવામાં માહિર છે. મહેન્દ્રસિંહ ધોનીની ચપળતા એવી

ENG vs SL:ધોની નહીં પરંતુ ઈંગ્લેન્ડનો કપ્તાન છે અસલી રિવ્યૂ માસ્ટર, આંકડા જોઈને અચંબિત થશો

ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન માહી મેદાન પર રિવ્યૂ લેવામાં માહિર છે. મહેન્દ્રસિંહ ધોનીની ચપળતા એવી છે કે તેણે લીધેલા રિવ્યુ ભાગ્યે જ ખોટા પડતા હતા. ધોનીના રિવ્યૂમાં ભાગ્યે જ ભૂલ જોવા મળતી હતી. મેદાન પર મહેન્દ્ર સિંહ ધોનીના રિવ્યુ મોટેભાગે સાચા પડતા હતા પરંતુ ઈંગ્લેન્ડના ઓલી પોપ વિશે જાણશો તો તમને નવાઈ લાગશે. આંકડા દર્શાવે છે કે ઓલી પોપે લીધેલા રિવ્યુ 100% ખોટી સાબિત થયા છે. ઓલી પોપ રિવ્યુ બાબતે ખૂબજ કાચો સાબિત થયો છે. 

કેપ્ટનોએ લીધેલા રિવ્યુના આંકડાઓ દર્શાવે છે કે, ઈંગ્લેન્ડના કેપ્ટન તરીકે ઓલી પોપે 10 ​​રિવ્યુ લીધા પરંતુ કેટલી સફળતા મળી? ઓલી પોપના તમામ રિવ્યુ ખોટા સાબિત થયા છે. ઓલી પોપે વિપક્ષી બેટ્સમેનો સામે 10 વખત રિવ્યુનો સહારો લીધો પરંતુ દરેક વખતે તેઓ નિરાશ થયા. આ પછી ઓલી પોપ સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યા છે. ઓલી પોપ પર ક્રિકેટ ચાહકો સતત પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. જણાવી દઈએ કે શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝમાં ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ ઓલી પોપ કરી રહ્યા છે.

ઈંગ્લેન્ડ-શ્રીલંકા ટેસ્ટ શ્રેણીની વાત કરીએ તો યજમાન ઈંગ્લેન્ડ 2-0થી આગળ છે. જોકે ત્રીજી ટેસ્ટમાં શ્રીલંકાની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં શ્રીલંકાનો સ્કોર 1 વિકેટે 94 રન છે. હવે શ્રીલંકાને 125 રનની જરૂર છે. શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસ અને પથુમ નિશંકા ક્રિઝ પર છે. કુસલ મેન્ડિસે 25 બોલમાં 30 રન બનાવ્યા છે. જ્યારે પથુમ નિશંકાએ 44 બોલમાં 53 રન બનાવ્યા છે. બંને ખેલાડીઓ વચ્ચે 55 રનની ભાગીદારી થઈ છે.

આ સમાચાર શેર કરો