Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : New Zealand beat UAE by 10 wickets in T20 World Cup 2026

T20 World Cup 2026 / ન્યુઝીલેન્ડે ટુર્નામેન્ટમાં જીતી સતત બીજી મેચ, UAEને 10 વિકેટથી હરાવ્યું

Timeછેલ્લું અપડેટ : 10 Feb 2026
લાઇવ ટીવીGoogle News
T20 World Cup 2026 / ન્યુઝીલેન્ડે ટુર્નામેન્ટમાં જીતી સતત બીજી મેચ, UAEને 10 વિકેટથી હરાવ્યું
સોર્સ : GSTV

T20 વર્લ્ડ કપ 2026ની 11મી મેચમાં ફિન એલન અને ટિમ સીફર્ટની શાનદાર બેટિંગને કારણે ન્યુઝીલેન્ડે UAEને 10 વિકેટથી હરાવ્યું છે. કિવી ટીમ આ વર્લ્ડ કપમાં ઉત્તમ ફોર્મમાં જોવા મળી છે, તેણે શરૂઆતની મેચમાં અફઘાનિસ્તાનને પણ હરાવ્યું હતું. હવે UAEને હરાવીને તેણે આ ટુર્નામેન્ટમાં સતત બીજી મેચ જીતી લીધી છે. પહેલા બેટિંગ કરતા UAEએ 173 રન બનાવ્યા, જે કિવી બેટ્સમેને એક પણ વિકેટ ગુમાવ્યા વિના ચેઝ કરી લીધા.

App Store

ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં મોહમ્મદ વસીમની આગેવાની હેઠળની ટીમે બેટિંગમાં સારું પ્રદર્શન કરીને 173 રન બનાવ્યા. જોકે, તેમના બોલર્સ એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા. આ સાથે ન્યુઝીલેન્ડે 174 રનનો ટાર્ગેટ 28 બોલ બાકી રહેતા એક પણ વિકેટ ગુમાવ્યા વિના ચેઝ કરી લીધો.

ન્યુઝીલેન્ડની મોટી જીત

174 રનનો ટાર્ગેટ ચેઝ કરતા ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સીફર્ટે 42 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 89 રનની ધમાકેદાર ઈનિંગ રમી. જ્યારે બીજી તરફથી ફિન એલને 50 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં વિકેટની દૃષ્ટિએ આ ન્યુઝીલેન્ડની આ સૌથી મોટી જીત છે. T20 વર્લ્ડ કપમાં અગાઉ 5 ટીમોએ 10 વિકેટથી જીત મેળવી છે.

આ જીત સાથે ન્યુઝીલેન્ડે ગ્રુપ Dના પોઈન્ટ્સ ટેબલમાં સાઉથ આફ્રિકાને પાછળ છોડીને ટોપનું સ્થાન મેળવ્યું છે, જે હાલમાં 2 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. કિવીઝનો આગામી મુકાબલો 14 ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકા સામે થશે.