મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

નીરજ ચોપરાને મળ્યું મોટું સન્માન, પેરિસ ઓલિમ્પિકની જર્સી વર્લ્ડ એથ્લેટિક્સ હેરિટેજ કલેક્શનમાં સામેલ

નીરજ ચોપરાની ગણતરી ભારતના મહાન એથ્લેટ્સમાં થાય છે. ઓલિમ્પિકમાં જેવલિન થ

નીરજ ચોપરાને મળ્યું મોટું સન્માન, પેરિસ ઓલિમ્પિકની જર્સી વર્લ્ડ એથ્લેટિક્સ હેરિટેજ કલેક્શનમાં સામેલ

નીરજ ચોપરાની ગણતરી ભારતના મહાન એથ્લેટ્સમાં થાય છે. ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં બે મેડલ જીતનાર તે એકમાત્ર ભારતીય એથ્લેટ છે. તેણે ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ પછી તેણે પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. હવે તેની પેરિસ ઓલિમ્પિક્સની જર્સીને વર્લ્ડ એથ્લેટિક્સ હેરિટેજ કલેક્શનમાં સામેલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: સૌથી નાની ઉંમરનો ચેસ ચેમ્પિયન કેટલો શિક્ષિત, શાળા પૂર્ણ કરતાની સાથે જ રચ્યો ઇતિહાસ

સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા એ 23 એથ્લેટ્સમાં સામેલ છે જેમની ટૂર્નામેન્ટની કલાકૃતિઓને વર્લ્ડ એથ્લેટિક્સ હેરિટેજ કલેક્શનમાં સામેલ કરવામાં આવી છે જે હાલમાં વર્લ્ડ એથ્લેટિક્સ હેરિટેજના ઓનલાઈન 3D પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવામાં આવી છે. ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં ભારતના પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા બનેલા ચોપરાએ આ વર્ષે પેરિસ ગેમ્સમાં પહેરેલી ટૂર્નામેન્ટ ટી-શર્ટ દાનમાં આપી છે.

પાકિસ્તાનના અરશદ નદીમે તેને પાછળ છોડી દીધો હતો

નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં 89.45 મીટરના થ્રો સાથે પાકિસ્તાનના અરશદ નદીમ (92.97 મીટર) પછી બીજા સ્થાને રહ્યો હતો. ચોપરા ઉપરાંત, યુક્રેનની યારોસ્લાવા મહુચીખ (વર્લ્ડ એથ્લેટિક્સની મહિલા ફીલ્ડ ઈવેન્ટ એથ્લેટ ઓફ ધ યર) અને તેના સાથી પેરિસ ઓલિમ્પિક્સ મેડલ વિજેતા થિયા લાફોન્ડ એ એથ્લેટ્સમાં સામેલ છે જેમની સ્પર્ધાની કલાકૃતિઓનો હેરિટેજ સંગ્રહમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર ચોથો ભારતીય

નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ છે. તેણે ગયા વર્ષે બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય તે સ્વતંત્ર ભારતમાં ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર ચોથો ભારતીય ખેલાડી છે. સુશીલ કુમાર, પીવી સિંધુ, મનુ ભાકરે પણ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે.

આ સમાચાર શેર કરો