મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Neeraj Chopra wins Gold: નીરજ ચોપરાએ ફેડરેશન કપમાં જીત્યો ગોલ્ડ મેડલ

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં યોજાયેલી ફેડરેશન કપની ફાઈનલમાં 'ગોલ્ડન બોય' નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. ની

Neeraj Chopra wins Gold: નીરજ ચોપરાએ ફેડરેશન કપમાં જીત્યો ગોલ્ડ મેડલ

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં યોજાયેલી ફેડરેશન કપની ફાઈનલમાં 'ગોલ્ડન બોય' નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજે 82.27 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

82.27 મીટર દૂર ફેંક્યો ભાલો

ફેડરેશન કપની ફાઈનલમાં નીરજે 82.27 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. જ્યારે વિરોધી ખેલાડી ડીપી મનુએ 82.06 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. 

ફાઈનલમાં આ ખેલાડીએ લીધો હતો ભાગ

નીરજ ઉપરાંત  ડીપી મનુ અને, કિશોર જેના, ઉત્તમ પાટીલ, કુંવર અજયરાજ સિંહ, મનજિંદર સિંહ, બિબીન એન્ટની, વિકાસ યાદવ અને વિવેક કુમારે ફેડરેશન કપ જેવલિન થ્રોની ફાઇનલમાં ભાગ લીધો હતો. મનુએ 82.06 મીટર ભાલો ફેંકીને સિલ્વર મેડલ ઝડપ્યો હતો.  

નીરજ પેરિસ ઓલિમ્પિકની ભાલા ફેંક સ્પર્ધામાં કરી ચૂક્યો છે ક્વોલિફાય 

તમને જણાવી દઈએ કે નીરજ ચોપરા અને કિશોર જેના પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે. જેના પગલે બંનેને સીધી ફાઈનલમાં જગ્યા મળી હતી. 

આ સમાચાર શેર કરો