મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટૂંક સમયમાં ફરી એકશનમાં જોવા મળશે નીરજ ચોપરા, લુસાને ડાયમંડ લીગમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો

પેરિસ ઓલિમ્પિક 2024માં 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીતનાર ભારતનો સ્ટાર જેવલિન થ્રોર નીરજ ચોપરા ટૂંક સ

ટૂંક સમયમાં ફરી એકશનમાં જોવા મળશે નીરજ ચોપરા, લુસાને ડાયમંડ લીગમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો

પેરિસ ઓલિમ્પિક 2024માં 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીતનાર ભારતનો સ્ટાર જેવલિન થ્રોર નીરજ ચોપરા ટૂંક સમયમાં ફરી એક્શનમાં જોવા મળશે. પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજે કહ્યું હતું કે ઈજાના કારણે તે સંપૂર્ણ ફોર્મમાં નથી. પરંતુ હવે તે 22 ઓગસ્ટે યોજાનારી લુસાને ડાયમંડ લીગમાં ભાગ લેશે.

ડાયમંડ લીગની ફાઈનલ રમવા માંગે છે

નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક દરમિયાન પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તે બેલ્જિયમના બ્રુસેલ્સમાં યોજાનારી ડાયમંડ લીગની ફાઈનલમાં રમવા માંગે છે. હાલમાં સ્વિટ્ઝરલેન્ડમાં હાજર નીરજે ANIને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તે 22 ઓગસ્ટે લુસાનેમાં યોજાનારી ડાયમંડ લીગમાં ભાગ લેશે. ફાઈનલ મેચ રમવા માટે, નીરજને લુસાને અથવા તેના પછી 5 સપ્ટેમ્બરે ઝ્યુરિખમાં યોજાનારી ડાયમંડ લીગમાં ભાગ લેવો જરૂરી છે. આવી સ્થિતિમાં નીરજે હવે લુસાનેમાં ભાગ લેવાનું નક્કી કર્યું છે.

પેરિસ પછી ઈજા પહેલા કરતા સારી છે

નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં થયેલી ઈજાને લઈને નિવેદન આપ્યું હતું. હવે તેણે કહ્યું કે, "પેરિસ પછી સારી વાત એ હતી કે મારી ઈજા વધુ ગંભીર ન થઈ. મારા ફિઝિયોએ પેરિસ ઓલિમ્પિક દરમિયાન આ ઈજાની સારવાર કરી હતી, જેના કારણે હવે સ્થિતિ પહેલા કરતા સારી છે. અગાઉ મેં વિચાર્યું હતું કે હું ઝ્યુરિખ ડાયમંડ લીગમાં ભાગ લઈશ, પરંતુ હવે ઈજા સારી હોવાથી મેં લુસાનેમાં ભાગ લેવાનું નક્કી કર્યું છે." નીરજ ચોપરાએ વર્ષ 2022માં ડાયમંડ લીગની ફાઈનલ જીતી હતી. આ વખતે ફાઈનલ 13 અને 14 સપ્ટેમ્બરે યોજાશે.

આ સમાચાર શેર કરો