ડાયમંડ લીગ ફાઈનલમાં માત્ર એક સેન્ટિમીટરથી ચેમ્પિયન બનતા ચુક્યો નીરજ ચોપડા, આટલો દૂર કર્યો થ્રો
નીરજ ચોપડા ડાયમંડ લીગ ફાઈનલમાં બીજા સ્થાને રહ્યો હતો. તેણે ફાઈનલમાં 87.86 મીટરનો શ્રેષ્ઠ થ્રો

નીરજ ચોપડા ડાયમંડ લીગ ફાઈનલમાં બીજા સ્થાને રહ્યો હતો. તેણે ફાઈનલમાં 87.86 મીટરનો શ્રેષ્ઠ થ્રો કર્યો હતો. નીરજ માત્ર એક સેન્ટિમીટરથી ચેમ્પિયન બનતા ચુકી ગયો. ગ્રેનાડાનો એથ્લેટ તેના કરતા થોડો સારો સાબિત થયો. ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ પ્રથમ નંબરે હતો. તેણે 87.87 મીટર થ્રો કર્યો. એન્ડરસને પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યાં ભારતના નીરજે સિલ્વર મેડલ જીત્યો હતો. પેરિસમાં ગોલ્ડ જીતનાર પાકિસ્તાની એથ્લેટ અરશદ નદીમ ડાયમંડ લીગની ફાઈનલમાં માટે ક્વોલીફાય ન હતો થયો.
નીરજ ચોપરાએ 87.86 મીટરનો થ્રો કર્યો હતો
ડાયમંડ લીગની ફાઈનલમાં કુલ 7 જેવલિન થ્રોઅરે ભાગ લીધો હતો. નીરજ ચોપરાએ ફાઈનલમાં 86.82 મીટરનો પહેલો થ્રો કર્યો હતો. આ પછી તેણે 83.49 મીટરનો બીજો થ્રો કર્યો. ત્રીજા થ્રોમાં તે થોડી લયમાં દેખાયો અને એવું લાગતું હતું કે તે ચેમ્પિયનબની જશે. તેણે 87.86 મીટરનો ત્રીજો થ્રો કર્યો. આ થ્રોના કારણે તે બીજા સ્થાને પહોંચી શક્યો. આ પછી, તેના બે થ્રો 85 મીટરથી પણ ઓછા હતા. નીરજે 86.46 મીટરનો છેલ્લો થ્રો કર્યો હતો.
ડાયમંડ લીગની ફાઈનલમાં નીરજ ચોપરાના તમામ થ્રો
- પ્રથમ થ્રો - 86.82 મીટર
- બીજો થ્રો - 83.49 મીટર
- ત્રીજો થ્રો - 87.86 મીટર
- ચોથો થ્રો - 82.04 મીટર
- પાંચમો થ્રો - 83.30 મીટર
- છઠ્ઠો થ્રો - 86.46 મીટર
એન્ડરસન પીટર્સ પ્રથમ અને નીરજ ચોપરા બીજા ક્રમે રહ્યા હતા. જર્મન સ્ટાર જુલિયન વેબર 85.97ના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. નીરજ ચોપરા ભારત માટે જેવલિનમાં બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ એથ્લેટ છે. તેણે ટોક્યો 2020માં ગોલ્ડ મેડલ અને પેરિસ 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે ડાયમંડ લીગ 2022 જીતી છે. 2023માં તે બીજા ક્રમે રહ્યો હતો. ડાયમંડ લીગમાં ચેમ્પિયન બને તો એથ્લેટ્સને મેડલ નથી મળતા. અહીં, ખિતાબ ચેમ્પિયન બનવા પર, એથ્લેટને ઈનામની રકમ અને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે વાઈલ્ડ કાર્ડ આપવામાં આવે છે.
ડાયમંડ લીગ 2024ની ફાઇનલમાં તમામ ખેલાડીઓના શ્રેષ્ઠ થ્રો
- એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) - 87.87 મીટર
- નીરજ ચોપરા (ભારત) - 87.86 મીટર
- જુલિયન વેબર (જર્મની) - 85.97 મીટર
- એન્ડ્રીયન માર્ડારે (મોલ્દોવા) - 82.79 મીટર
- જેનકી ડીન રોડરિક (જાપાન) - 80.37 મીટર
- આર્ટુર ફેલનર (યુક્રેન) - 79.86 મીટર
- ટીમોથી હર્મન (જર્મની) - 76.46 મીટર






