Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : NADA issues notice to Indian cricketers Yashasvi Jaiswal and Shafali Verma

VIDEO: IPL 2026 વચ્ચે વધી યશસ્વી જયસ્વાલની મુશ્કેલીઓ, NADAએ નોટિસ ફટકારી; શેફાલી વર્મા પણ તપાસ હેઠળ

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારતીય ક્રિકેટ જગતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને મહિલા ક્રિકેટર શેફાલી વર્મા મુશ્કેલીમાં મુકાયા હોય તેમ જણાય છે. રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (NADA) એ આ બંને ખેલાડીઓને નોટિસ ફટકારી છે.

App Store

કયા નિયમ હેઠળ નોટિસ? 

ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા હાલમાં એન્ટી-ડોપિંગ નિયમોના ઉલ્લંઘન બદલ ચર્ચામાં છે. રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (NADA) દ્વારા બંને ખેલાડીઓને 'વેરઅબાઉટ્સ ફેઈલ્યોર' (Whereabouts Failure) નિયમ હેઠળ નોટિસ આપવામાં આવી છે. આ નિયમ મુજબ, જે ખેલાડીઓ રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલ (RTP) માં સામેલ હોય, તેમણે એજન્સીને અગાઉથી જાણ કરવાની હોય છે કે તેઓ કયા સમયે અને કઈ જગ્યાએ ડોપ ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે.

બંને ખેલાડી ટેસ્ટ માટે હાજર નહતા 

અહેવાલો અનુસાર, યશસ્વી જયસ્વાલનો ડોપ ટેસ્ટ 17 ડિસેમ્બરે અને શેફાલી વર્માનો ટેસ્ટ 7 નવેમ્બરે નિર્ધારિત હતો. જોકે, જ્યારે ડોપિંગ કંટ્રોલ ઓફિસર (DCO) નિર્ધારિત સ્થળ પર પહોંચ્યા, ત્યારે બંને ખેલાડીઓ ત્યાં હાજર નહતા. આ ઘટના બાદ NADA એ ફેબ્રુઆરીમાં બંનેને સ્પષ્ટીકરણ નોટિસ મોકલી હતી, પરંતુ ખેલાડીઓ તરફથી કોઈ જવાબ ન મળતા એજન્સીએ તેમના નામે પ્રથમ 'મિસ્ડ ટેસ્ટ' (Missed Test) નોંધ્યો છે.

શું થઈ શકે છે કાર્યવાહી?

રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી નિયમો મુજબ, જો કોઈ ખેલાડી 12 મહિનાની અંદર ત્રણ વખત વેરઅબાઉટ્સ ફેઈલ્યોરનો દોષિત જણાય, તો તેને એન્ટી-ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો ખેલાડી પોતે નિર્દોષ હોવાનું સાબિત ન કરી શકે, તો તેના પર બે વર્ષ સુધીનો પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. હાલમાં યશસ્વી અને શેફાલી બંને પાસે તેમનો પક્ષ રજૂ કરવાની તક છે. યશસ્વી હાલમાં IPL 2026માં રાજસ્થાન રોયલ્સ માટે રમી રહ્યો છે, જ્યારે શેફાલી વર્માએ તાજેતરમાં જ ભારતની મહિલા વિશ્વ કપ જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.